________________
૧૩૪
આત્મતત્વવિચાર
સાકરમાંથી પહેલ પાડીને બનાવ્યો છે, નહિ તે માખી તેના પર બેસે નહિ. પછી તેણે પેલા સોદાગરને ઉદ્દેશીને કહ્યું કે
તમે આ હીરાનું મૂલ્ય પૂછે છે, તે હું જણાવું છું કે તેની કિંમત સાકરના એક કકડા જેટલી છે.” એમ કહી તેણે એ હીરા મોઢામાં મૂકી દીધો. એને બધાનાં દેખતાં કડકડ ચાવી નાખ્યો. પેલા સોદાગરે કાન પકડયા.
પરંતુ તમે તે સાકરના ટુકડાને જ હીરો માનીને કામ ચલાવી રહ્યા છે અને પાછા જગતમાં બુદ્ધિમાન તરીકે ડાહ્યા તરીકે ખપ છો. તમે માનો છો કે અમે દિવસરાત મહેનત પરિશ્રમ કરીને કમાણી કરી રહ્યા છીએ પણ જે કમાણી માંથી કંઈ પણ સાથે ન આવે તે શા કામની?
એક માણસના મકાનમાં આગ લાગી. તેનાં આખા જીવનની કમાણી તેની તીજોરીમાં હતી. તે જ તીજોરીનાં એક ખાનામાં કેટલાંક કેરાં કાગળિયાં પણ હતાં. પેલા માણસને આગમાંથી માત્ર તીજોરી બચાવવાનું મન થયું, એટલે ઉતાવળ અને ગભરાટમાં તીજોરીનું ખાનું ખાલી જે હાથમાં આવ્યું તે લઈને ભાગ્યે. બહાર નીકળતાં લોકોએ પૂછયું કે “શું લાવ્યો? પેલાએ કહ્યું: “મારાં જીવનની કમાઈ” આ વખતે તેના હાથમાં કોરાં કાગળિયાં જ હતાં. આ જોઈ લોકેએ હસતાં હસતાં કહ્યું : “વાહ રે તારી કમાઈ! શું તારી જીંદગીમાં તું આ કમાયો ?”
શરીરરૂપી મકાનમાંથી ભાગતી વખતે તમારા હાથમાં કોરાં કાગળિયા ન આવી જાય તેની સાવચેતી રાખજે, ”