________________
આત્માનું મૂલ્ય
૧૩૩
સ્મશાન ભેગું કરવામાં આવે છે. ત્યાં એને લાકડાંની ચેહમાં મૂકી અગ્નિ પ્રકટાવવામાં આવે છે અને તેમાં તે ભડભડાટ બળી જાય છે. તમે જે શરીરને નિત્ય નવાં નવાં ભેજને કરાવી રુષ્ટપુષ્ટ રાખતા હતા, સ્નાનવિલેપનથી સ્વછે અને સુગંધિત રાખતા હતા અને જેની કાળજી કરવામાં ધર્મની આરાધના પણ વિસરી જતા હતા, તે શરીરની છેવટે આ કેવી દશા? . આ રીતે આત્મા એ જગતની સહુથી મૂલ્યવાન વસ્તુ છે. લાખે-કોડ હીરા પણ તેની આગળ કંઈ વિસાતમાં નથી, છતાં તેની દરકાર તમે કેટલી રાખે છે? પણ સાચી હકીકત એ છે કે તમને આત્માનું સાચું મૂલ્ય સમજાયું નથી. જે સાચું મૂલ્ય સમજાયું હોય તે આ હાલત હાય નહિ. - કિંમતી વસ્તુનું મૂલ્ય કરવું હોય તે અક્કલ અને અનુભવ બંને જોઈએ. '
પિશ્વા નાના ફડનવીસ બહુ બુદ્ધિશાળી ગણાતું હતું. તેને જેવા માટે લોકો દૂરદૂરથી આવતા હતા, એક વખત એક સોદાગર તેની સભામાં આવ્યું અને તેણે એક પાણીદાર હીરો કાઢી તેનું મૂલ્ય પૂછયું. એ રાજસભામાં કેટલાક ઝવેરીએ પણ બેઠા હતા. તેમણે એ હીરે જઈને કહ્યું કે આની કિંમત આશરે રૂપિયા દોઢ લાખની ગણાય. પછી એ હીરે નાના ફડનવીસના હાથમાં આવ્યો. તેણે એનું બારીકાઈથી નિરીક્ષણ કરવા માંડયું. એવામાં એક માખી ઉડતી તે હીરા ઉપર બેઠી. આથી નાનાફડનવીસને તરત જ ખ્યાલ આવી ગયો કે આ હીરો સાચો નથી, પણ બનાવટી છે અને તે એક પ્રકારની