________________
૧૩૨
આત્મતત્વવિચાર
દીર્ધદષ્ટિ માટે ઘણું માન ઉપજયું અને તેના પગારમાં ઘણે વધારો કરી આપે પછી કારભારીએ નિત્યમિત્ર તથા પર્વ. મિત્રની સંગત છેડી દીધી અને માત્ર જુહા મિત્ર સાથે જ મહેબૂત રાખી આથી તે ઘણે સુખી થયો.
અહીં કારભારી તે જીવ જાણ. નિત્યમિત્ર તે હંમેશના પરિચયવાળું શરીર જાણવું. પર્વમિત્ર તે સગાંવહાલાં અને સંબંધીઓ જાણવા અને જુહારમિત્ર તે કઈક વખતે થતું ધર્મનું આરાધન જાણવું. જ્યારે મૃત્યુ આવીને ઉભું રહે છે, ત્યારે શરીર સર્વ સંબંધ છોડીને અળગું થઈ જાય છે અને સામે પણ જોતું નથી. સગાંવહાલાં થોડે સુધી વળાવવા આવે છે અને આંખમાંથી બે આંસુ પાડી તરત પાછા વળી જાય છે જ્યારે જુહારમિત્ર સમે ધર્મ ઘેડો આચર્યો હોય તો પણ પલકમાં સાથે આવે છે અને વિપત્તિઓમાંથી રક્ષણ કરી સુખ-શાંતિ આપે છે, તેથી નિત્યમિત્ર જેવા બેવફા શરીરને મોહ છોડો અને જુહારમિત્ર સમા પરમ વફાદાર ધમમિત્રની સેબત કરો
શરીર કરતાં પણ એક વસ્તુ વધારે મૂલ્યવાન છે અને તે તમારો આત્મા. જો એ ન હોય તે આ શરીરનાં રૂપરંગની લંબાઈ પહેળાઈની કઈ કિંમત ખરી? જયારે આત્મા શરીરને છોડીને ચાલ્યા જાય છે, ત્યારે લોકો શું કહે છે? હવે ઉતાવળ રાખો. શેની ઉતાવળ? પેલા આત્મરહિત શરીરને ઘરમાંથી બહાર કાઢવાની વધારે વખત જાય તે મડદું ભારે થાય અને ઉચકવું મુશ્કેલ પડે, એટલે તેને ઘરમાંથી જલદી બહાર કાઢી વાંસ-નળીની બનેલી નનામીમાં બાંધવામાં આવે છે અને