________________
આત્માનું મૂલ્ય
૧૩૧
"
"
મિત્રને ત્યાં ગયા અને દમ મારીને કહેવા લાગ્યા કે તમે કારભારીને આશ્રય આપ્યા તે સારુ કર્યું... નથી. હજી પણ તમારુ' હિત ચાહતા હૈ। તે તેમને અમારે હવાલે કરા. ત્યારે જુહારમિત્રે કહ્યુ' કે ‘એ વાત ખાટી છે. તમારે તપાસ કરવી હાય તા કરી શકા છે. ’ રાજસેવકાએ બે ત્રણ વાર ફેરવી ફેરવીને કહેવા છતાં જીહારમિત્રે એક જ જવાબ આપ્યા, એટલે પેલાએની શકા ટળી અને ત્યાંથી ચાલતા થયા.
કોઇ સ્થળેથી કારભારીનેા પત્તો મળ્યા નહિ, એટલે રાજાએ ઢડા પીટાન્યા કે ' જે કાઇ કારભારીને પકડી લાવશે, તેને રાજ્ય તરફથી માટુ ઈનામ મળશે !”
કારભારીને ત્રણે મિત્રોની પરીક્ષા કરવી હતી, તે પૂરેપૂરી થઈ ગઈ હતી, આથી તેણે જીહારમિત્રને કહ્યું કે ‘તું રાજાના ઢઢા ઝીલી લે અને રાજાની પાસે જઇને કહે કે
હું કારભારીનેા પત્તો મેળવી આપું, પણ તમે ધારો છે એવી રીતે કારભારી ગુનેગાર નથી, કારણ કે અખંડ આયુષ્યવાળા કુમારશ્રી સલામત છે અને આપ આજ્ઞા કરી તે સમયે જ અહી' આવી શકે તેમ છે.’
જુહારમિત્રે તે પ્રમાણે કર્યું, એટલે રાજાએ કુવર તથા કારભારીને હાજર કરવાના હુકમ કર્યો. જીહારમિત્રે તે બ ંનેને હાજર કર્યાં. આ જોઈને રાજા ઘણ્ણા ખુશ થયા અને જુહાર મિત્રને મેટું ઈનામ આપ્યું. પછી રાજાએ કારભારીને પૂછ્યુ }' આ બધું શું છે?' ત્યારે કારભારીએ અથથી માંડીને ઇતિ સુધીની તમામ હકીકત કહી સંભળાવી. આથી રાજાને તેની