________________
આપણું પ્રત્યેક કાર્યથી આપણું આત્મા સાથે એક રસ થાય છે, એમ લાગ્યા વિના રહેતું નથી.
પ્રત્યક્ષ પ્રમાણ કરતાં બલવત્તર પ્રમાણે દ્વારા પરલોકનું અસ્તિત્વ સિદ્ધ કરી પ્રત્યેક કર્મની ફલપરિણતિ સિદ્ધ કરી આત્મા સ્વાભાવિક રીતે જ ધર્મકાર્ય કરવા પ્રેરાય એવી આ ગ્રંથરત્નની મોહિની છે.
આધુનિક અંગ્રેજી શિક્ષણ પામેલા માટે કોઈપણ યુનિવર્સિટિના સ્નાતક થયેલા માટે–પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાયેલા માટે કે કેઈપણ ધર્માવલંબીને આ ગ્રંથરત્ન સાથે જ કલ્પતરૂ સમાન નીવડશે. આજે વિશ્વમાં પ્રતિદિન ટનબંધ પુસ્તક બહાર પડે છે. અને ચકલે ચલે તરવજ્ઞાનની સુફીયાણું વાતે ચાલે છે, ત્યારે હદય પરિવર્તન સમ્યગ્દર્શન-સમકિતપ્રાપ્તિ યથાયોગ્ય દર્શન તથ્થાતથવિમશ-કોઇપણ જાતના દુરાગ્રહ વિના કરાવવાની પરમશક્તિ આ ગ્રંથરનમાં છે.
ગ્રંથકર્તાની અનુભૂતિ-ઉડી સમજ, ઉત્કૃષ્ટ વિદ્વતા, અને પરમ ધમપરાયણતા પૃષ્ઠ પૃષ્ઠ ટપકે છે. પૂ. આચાર્યશ્રી આર્ષદૃષ્ટા મહર્ષિ છે. અને આધિ, વ્યાધિ, ઉપાધિથી પીડાતા ભવ્ય આત્મા પર કરણું કરી તેમણે ગ્રંથનિર્માણ કરી સુમુક્ષુ જીવો પર અનહદ ઉપકાર કર્યો છે.
આ ગ્રંથરત્નના બંને ભાગે મળી કુલ ૧૦૦૦ પૃષ્ઠ થવા જાય છે, છતાં વાંચક રસ-ઉત્સાહપૂર્વક ગ્રંથને સંગે પાંગ વાંચી જાય છે, તત્વજ્ઞાનને રહસ્ય (Mystery) માનીને ભૌતિકવાદીઓ તેને ઉપહાસ કરે છે. ધમને બાહ્ય આચારનો આડંબર માનીને રહસ્યવાદીઓ તેની ઉપેક્ષા કરે છે; આ પ્રકારના વર્તમાન વિચારપ્રવાહમાં
આત્મતત્ત્વવિચાર' અભિનવ શૈલિ દ્વારા નવી ભાત પાડે છે. પ્રાયઃ તત્ત્વજ્ઞાન–વેદાંત શુષ્ક અને કર્કશ બુદ્ધિગમ્ય મનાય છે, પરંતુ અહિં કેટલીક પારિભાષિક સંજ્ઞા અને વિચારણે બાદ કરતાં અત્યંત સરલતા અને સાધારણ બુદ્ધિગમ્યતા નજરે પડે છે.