________________
૧૨૮
આત્મતત્વવિચાર
કારભારીએ પિતાનું ઘર છોડયુ અને તે સીધો નિત્યમિત્રને ત્યાં ગયો.
કારભારી એકાએક હાંફળા ફાંફળો પોતાને ત્યાં આવ્યા, એટલે નિત્યમિત્ર વિચારમાં પડી ગયા અને દાળમાં જરૂર કંઈક કાળું છે, એવા અનુમાન પર આવી ગયે. પરંતુ કારભારીએ તે કંઈ પણ સવાલ પૂછે તે પહેલાં જ જણાવી દીધું કે “મારા વહાલા મિત્ર! કહેતાં જીભ ઉપડતી નથી, પણ આજે મારા હાથે એક એવું કામ બની ગયું છે કે જેથી રાજા મને જરૂર પડશે અને ફાંસીએ લટકાવશે. માટે મારું રક્ષણ કર.”
નિત્યમિત્રે પૂછ્યું, પણ વાત શું બની છે?” કારભારીએ કહ્યું કે, “આજે રાજાના કુંવરને મારે ત્યાં જમવા તે હતે. તે અતિ સુંદર આભૂષણથી સજજ થઈને મારે ત્યાં આવ્યા હતે એ જોઈ મારું મન લલચાયું અને તેનું ખૂન કરી બધાં આભૂષણો ઉતારી લીધાં. પણ હવે મને રાજાને ડર લાગે છે, માટે મને બચાવ.”
નિત્યમિત્રે કહ્યું: “તમે તે ભારે કરી એક રાજકુંવરનું ખૂન છૂપું કેમ રહી શકે? હમણાં રાજાના સિપાઈઓ છૂટશે અને તે ઘરેઘર ઢુંઢી કાઢશે. તે વખતે તમે મારે ત્યાંથી મળી આવો, તે મારી શી દશા થાય? માટે તમે વધારે વખત લગાડયા વિના અહીંથી ગુપચુપ ચાલ્યા જાઓ અને બીજા કોઈ સ્થળે આશ્રય લો.
કારભારીએ પિતાને આશ્રય આપવા માટે તેને ખૂબ સમજાવ્યું પણ એ બધી સમજાવટ નિષ્ફળ ગઈ. જ્યારે