________________
'આત્માનું મૂલ્ય
૧૨૯
કારભારીએ તેને ત્યાંથી વિદાય લીધી, ત્યારે પેલાએ પોતાનાં ઘરનું બારણું બંધ કરી દીધું ને “આવજો” એટલું પણ તે મેઢેથી બે નહિ, એ તે એમ જ સમજે કે આ બલા માંડ છૂટી.
કારભારી સમજ્યા કે આ મિત્ર પૂરે મતલબી છે, એટલે ત્યાંથી નીકળીને સીધા પર્વ મિત્રને ત્યાં ગયા અને પિતાની હકીકત જણાવી આશ્રય આપવાની વિનંતિ કરી. ત્યારે પર્વ મિત્રે કહ્યું કે “તમને મદદ કરવી એ મારી ફરજ છે. પણ મારા ઘરમાં તમને છૂપાવી શકું એવું સ્થાન નથી. વળી હું બાળબચ્ચાવાળો માણસ રહ્યો, એટલે રાજાને મારા પર ખોફ ઉતરે અને જેલ ભેગો થાઉં તે મારી બરાં છોકરાનું શું થાય? માટે તમે કોઈ બીજા સ્થળે ગોઠવણ કરી લે.”
કારભારીએ કહ્યું કે “હાલ તે મારી મતિ મુંઝાઈ ગઈ છે. તેથી કયાં જાઉં ને શું કરું? તે સૂઝતું નથી માટે તું જ ભલો થઈને આશ્રય આપ“પર્વમિત્ર એકનો બે ન થા. એટલે કારભારી મનમાં પામી ગયો કે આ પણ પૂરો સ્વાર્થી છે.
ત્યાંથી પહેચ્યા જુહારમિત્રને ત્યાં. તેણે કારભારીને જોતાં જ આવકાર આપ્યો અને “મારા લાયક શું કામ પડયું?” એમ પ્રેમથી પૂછ્યું. કારભારીએ બધી હકીકત જણાવી અને પિતાને આશ્રય આપવાની માગણી કરી જુહારમિત્રે કહ્યું :
મારાં એવા સદભાગ્ય કયાંથી કે આપને હું કામ આવું. હાલ ખુશીથી મારે ત્યાં રહે. આપને કોઈ જાતની અગવડ આવવા નહિ દઉં.' આમ કહી તેણે કારભારીને આશ્રય આપ્યો.