________________
આમાનું મૂલ્ય
૧૨૭
^^
^
^^^^^^^
^
^^^^
^^
^
^
^^
કેટલાક વખત પછી એ કારભારીને વિચાર આવ્યો કે એક કરતાં બે ભલા એટલે બીજે મિત્ર બનાવ્યું, પરંતુ તેને કોઈ પર્વ કે તહેવારને દહાડે હોય ત્યારે જ મળવાનું રાખ્યું. ત્યાર પછી એક ત્રીજે મિત્ર પણ બનાવ્યું, પરંતુ તે કઈક જ વાર મળતા અને જુહાર કરીને ચાલ્યો જતે. આમ એકના બે થયા અને એના ત્રણ થયા, એટલે તેમને ઓળખવા માટે કંઈક નામ રાખવું જોઈએ, તેથી કારભારીએ એ ત્રણે મિત્રોના નામ રાખ્યાં. પહેલાંનું નામ નિત્યમિત્ર, બીજાનું નામ પર્વમિત્ર અને ત્રીજાનું નામ જુહારમિત્ર.
એક વખત કારભારીને વિચાર આવ્યું કે “મેં મિત્રો તે બનાવ્યા, પણ તે સંકટ સમયે કેટલી સહાય કરે છે, તેની પરીક્ષા કરવી.” આથી તેણે એક પ્રપંચ રચ્યું. રાજાના કુંવરને પિતાને ત્યાં જમવા તેડા અને તેને પિતાના પુત્રની સાથે રમતગમતમાં લગાડી ઘરની અંદરનાં ગુપ્ત ભોંયરામાં ઉતારી દીધો. પછી બીજા પુત્રની સાથે પોતાની સ્ત્રીને પિયર મોકલી દીધી અને જેનાં પેટમાં વાત ન ટકે એવા એક નેકરને બોલાવીને કહ્યું કે “આજે રાજાના કુંવરને આપણે જમવા તેડયો હતો, પણ તેનાં અતિ મૂલ્યવાન ઘરેણા જઈને મારી બુદ્ધિ બગડી. એટલે મેં તેની ડોક મરડીને ઘરેણાં કાઢી લીધાં. પણ હવે મને રાજાની બીક લાગે છે, એટલે હું ઘર છોડીને જતો રહું છું અને કેઈક સ્થળે સંતાઈ રહીશ. જે રાજાના માણસે તપાસ કરવા આવે તે આ ગુપ્ત ભેદ પ્રકટ કરીશ નહિ, પણ તારી અક્કલ લડાવીને એનો જવાબ આપજે કે જેથી મારા પર ધાડ આવે નહિ.” આટલી ભલામણ કરી