________________
૧૨૬
આત્મતત્વવિચાર
અને કહ્યું કે “માણસનું શરીર છે, તે કઈ વાર તાવ-તરીયે આવી જાય. બાકી તમારા શરીરમાં કઈ રોગ નથી. તમે થોડા જ વખતમાં સારા થઈ જશે.” આ શબ્દએ પેલા માણ સનાં મનમાંથી ભીતિને સદંતર ભૂંસી નાખી અને તે તાવથી તદ્દન મુક્ત થઈ ગયો. કહેવાનો મતલબ એ છે કે આ શરીર તમને એટલું પ્યારું છે કે તેને કંઈ પણ થઈ જવાના વિચારે પણ તમે ભયથી વ્યાકુળ બની જાઓ છે અને અનેક જાતના વિચારો કરવા લાગી જાઓ છે.
શરીર દુબળું ન પડી જાય તે માટે તપશ્ચર્યા કરતા નથી. મોટી તિથિ કે પર્વને દહાડો હોય તે પણ ત્રણે ટંક સારી રીતે ઝાપટે છે. નોકારસી જેવું નાનું પચ્ચકખાણ-નાને નિયમ પણ તેઓ કરતાં નથી. આ તે શરીર પરને કેવો વ્યામોહ? પણ જાણે છે કે આ શરીર નિત્યમિત્ર જેવું છે. અને તે તમને વફાદાર રહેવાનું નથી.
ત્રણ મિત્રોનું દષ્ટાંત– રાજાને એક કારભારી. તે કામકાજમાં ઘણે કુશળ. પિતાની જવાબદારી બરાબર અદા કરે. તેને એક વખત વિચાર આવ્યો કે “આજે તે રાજાના મારા પર ચારે હાથ છે, પણ તે કયારે રૂઠે તે કહેવાય નહિ માટે એક એ મિત્ર કરું કે જે મને મુશ્કેલીના સમયમાં મદદ કરે તેથી તેણે એક મિત્ર બનાવ્યું. તેની સાથે પાકી દોસ્તી કરી છે એટલે સુધી કે હંમેશા સાથે રાખે, સાથે નવડાવે, સાથે ખવડાવે અને જ્યાં જાય ત્યાં સાથે લઈ જાય.