________________
આત્માની સંખ્યા
૧૧૯
અનંત વિષે બીજી પણ એક વાત સમજી લેવાની છે કે અનંતમાં અનંત ઉમેરાય તો પણ અનંત રહે છે અને અનંતમાંથી અનંત બાદ થાય તે પણ અનંત જ રહે છે. સમુદ્રના પાણીમાં પાંચ લાખ મણ નવું પાણી આવે તો એનું કદ વધી જતું નથી અને પાંચ લાખ મણ તેમાંથી લઈ લેવામાં આવે તે તે ઘટતુ નથી.
સંખ્યાઓ વિષેને આ ખ્યાલ મનમાં રાખીને આપણે આત્માની સંખ્યા પર આવીએ. આ વિશ્વમાં મનુષ્યની સંખ્યા થડી છે, એટલે કે મધ્યમ સંખ્યાત છે. દેવ અને નરકના જીની સંખ્યા તેથી અસંખ્યાત ગુણ છે અને તિર્યંચની સંખ્યા અનંત ગુણ છે. અહીં તિર્યંચ શબ્દથી જલચર, સ્થલચર અને ભૂચર એવા પંચેન્દ્રિય પ્રાણીઓ જ નહિ પણ એકેન્દ્રિયાદિ ચારે વગે પણ સમજવાના છે.
એકેન્દ્રિયના પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાઉકાય, અને વનસ્પતિકાય એ પાંચ ભેદે છે. તેમાં પ્રથમના પૃથ્વી આદિ ચારે જીવો સૂક્ષમ અને બાદર એ બે જાતના છે. વનસ્પતિ કાયની બે જાતે છે. એક પ્રત્યેક અને બીજી સાધારણ. તેમાં પ્રત્યેક વનસ્પતિ એક શરીરમાં એક જીવવાની છે, જ્યારે સાધારણ વનસ્પતિ એક શરીરમાં અનંત જીવવાની છે. આ સાધારણ વનસ્પતિનાં જીવોનાં શરીરને જ નિગોદ તરીકે ઓળખાય છે. તેમાં પ્રત્યેક વનસ્પતિ બાદર જ હોય છે અને સાધારણ વનસ્પતિ અથવા નિગોદ સૂક્ષમ અને બાદર બંને પ્રકારની હોય છે.
શાસ્ત્રકાર ભગવતેએ નિગોદ અંગે કહ્યું છે કે –