________________
૧૧૮
આત્મતત્વવિચાર
~~
~
~~~
~~~
~~
જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવા ત્રણ પ્રકારે માન્યા છે. એટલે અનંત પણ નવ પ્રકારનું બને છે. તે આ પ્રમાણે
૧ જઘન્ય પરિત અનંત. ૨ મધ્યમ પરિત્ત અનંત. ૩ ઉત્કૃષ્ટ પરિત અનંત. ૪ જઘન્ય યુક્ત અનંત. ૫ મધ્યમ યુક્ત અનંત. ૬ ઉત્કૃષ્ટ યુક્ત અનંત. ૭ જઘન્ય અનંતાનંત. ૮ મધ્યમ અનંતાનંત,
૯ ઉત્કૃષ્ટ અનંતાનંત. તેમાં ગણના તો મધ્યમ અનંતાનંત સુધીની જ થાય છે, પણ ઉત્કૃષ્ટ અનંતાનંત સુધીની થતી નથી જ એટલે કે તે માત્ર સમજવા પૂરતું જ છે.
ઉત્કૃષ્ટ અનંતાનંત કેમ નથી ? તેનો એક દાખલે વ્યવહાર ગણિતથી આપીશું. એક મનુષ્યને એમ કહીએ કે, ૧ ના બમણા કરતાં જ જાઓ તે તે કયાં સુધી કરી શકે? માને કે એ મનુષ્યનું આયુષ્ય અમજે વર્ષનું છે. તે પણ એ પ્રક્રિયાને અંત આવે ખરે? તે જ રીતે ૧ ના બે બે વિભાગ કરવાના હોય તે પણ તેને અંત આવે નહિ. એટલે અનંત એ બુદ્ધિગમ્ય હોવા છતાં છેવટે તે અન્-અંત-છેડા રહિત જ રહે છે અને તેથી ઉત્કૃષ્ટ અનંત સંભવતું નથી. * “ ૩ોસર્ચ મiતાળું નત્યિ' ઉત્કૃષ્ટ અનંતાનંત નથી.
––શ્રી અનુયાગદ્વારસૂત્ર,