________________
આત્માની સંખ્યા
૧૧૭
જેનું ઉપર જણાવેલાં ઉપમાન વડે કથન કરવામાં આવે છે, તેનાથી માત્ર ૧ ઓછો તે ઉત્કૃષ્ટ સંખ્યા છે.
અસંખ્યાતના ત્રણ પ્રકારો છે પરિત્ત, યુક્ત અને નિજપદયુક્ત. આ ત્રણેના પાછા ત્રણ ત્રણ પ્રકારે છેઃ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ, એટલે અસંખ્યાતના કુલ નવ પ્રકારે થાય છે. તે આ પ્રમાણે.
૧ જઘન્ય પરિત્ત અસંખ્યાત. ૨ મધ્યમ પરિત્ત અસંખ્યાત. ૩ ઉત્કૃષ્ટ પરિત્ત અસંખ્યાત. ૪ જઘન્ય યુક્ત અસંખ્યાત. ૫ મધ્યમ યુક્ત અસંખ્યાત. ૬ ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાત. ૭ જઘન્ય અસંખ્યાત અસંખ્યાત. ૮ મધ્યમ અસંખ્યાત અસંખ્યાત.
૯ ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાત. ઉત્કૃષ્ટ સંખ્યામાં 1 ઉમેરીએ એટલે જઘન્ય પરિત અસંખ્યાત બને. આ રીતે અસંખ્યાતનું ગણિત ઘણું સૂક્ષમ છે, એટલે તેનું વિવેચન નહિ કરીએ, પરંતુ ટૂંકામાં એટલું જણાવીશું કે અસંખ્યાતને અસંખ્ય વાર ગુણીએ ત્યારે અસંખ્યાત અસંખ્યાત થાય છે.
આ ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતમાં એક ઉમેરીએ એટલે અનંત કહેવાય. શાસ્ત્રકારોએ અનંતના પણ ત્રણ પ્રકારો માન્યા છે. પરિત યુક્ત અને નિજ પદયુક્ત. અને તેના પણ