________________
આત્માની સંખ્યા
૧૧૩
જેટલા પણ જીવે છે, તે સર્વને સમાવેશ આ ષનિકાયમાં થઈ જાય છે. એના સિવાય અન્ય કઈ જવનિકાય નથી.”
જિનશાસનમાં પ્રાણીઓ વિષે જેટલું વિજ્ઞાન છે, તેટલું બીજે નહિ મળે પ્રાણુ કેટલા પ્રકારના હોય છે? તે દરેકનાં શરીરનું જઘન્ય અને ઉત્કૃષ્ટ પ્રમાણ ? તે દરેકનું આયુષ્ય કેટલું? વગેરે તમામ હકીકતે તમને જિનશાસનમાંથી મળી શકશે. શ્રી જીવાભિગમસૂત્ર, શ્રી પન્નવણાસૂત્ર એ વિષયના મહાન ગ્રંથ છે. શ્રી ભગવતીજી વિગેરેમાં પણ તેને લગતા અનેક પ્રશ્નો ચર્ચાયેલા છે. તે બધાને સાર તમને ટૂંકમાં જાણવા મળી જાય તે માટે જીવવિચાર અને દંડક જેવા પ્રકરણ ગ્રંથ પણ રચાયેલા છે. તમારામાંના કેટલાકે તેને અભ્યાસ કર્યો હશે. જેણે ન કર્યો હોય તે હજી પણ દરરોજની એકએક-બે-બે ગાથાઓ લઈને તેને અભ્યાસ જરૂર કરી લે.
હવે સંખ્યા પર આવીએ, પણ સંખ્યા વિષેને આપણે ખ્યાલ ઘણે સંકુચિત છે, પેલા કૂવાના દેડકા જેવો છે એક વાર કઈ સરોવરને દેડકો કૂવામાં આવી ગયે. ત્યાં એક દેડકો કાયમ રહેતો હતો. આ દેડકાએ પેલા સરોવરના દેડકાને પૂછયું, કે “ભાઈ! કયાંથી આવે છે?” પેલા દેડકાએ કહ્યું કે “અરેવરમાંથી.” આથી કૂવાના દેડકાને કંઈ સમજ પડી નહિ. તેણે પેલાને પૂછયું કે સરોવર એટલે શું?” પેલાએ કહ્યું “સરોવર એટલે પાણીને મોટો જથ્થો.” કૂવાના દેડકાએ પૂછ્યું: “મેટે એટલે કેટલો? શું આ કૂવાના ચોથા ભાગ જેટલો હશે?” સરોવરના દેડકાએ ઠંડે કલેજે જવાબ આપ્યો કે “ના, ઘણે માટે.” ત્યારે કૂવાના દેડકાએ ફરી પૂછ્યું કે