________________
૧૧૨
આત્મતત્વવિચાર
અનુભવ બધું સમાન પ્રકારે જ થાય; પણ વસ્તુસ્થિતિ જુદા પ્રકારની જવાય છે, એટલે બધા આત્માઓને એક જ આત્માને અંશ માની શકાય નહિ.
આ રીતે એક આત્માને વાદ એટલે એકાત્મવાદ કે અદ્વૈતવાદ આપણી બુદ્ધિને સંતોષી શકતો નથી, એટલે તેને સ્વીકાર કેમ થઈ શકે? બુદ્ધિમાન મનુષ્ય તે એમ જ કહે છે કે જ્યારે દરેક ભૂત, સત્ત્વ કે પ્રાણીએનું પિતાનું વ્યક્તિત્વ હોય છે, પિતાની ખાસિયત હોય છે, એને સુખ- દુઃખને અનુભવ ભિન્ન ભિન્ન પ્રકારે થાય છે. ત્યારે તે દરેકમાં જુદે જ આત્મા માનો જોઈએ, જ્ઞાની ભગવંતેનું વચન પણ આવું જ છે. તેઓ
पुढवी जीया पुढो सप्ता, आउजीवा तहाऽगणी । वाउजीवा पुढा सत्ता, तण-रुक्खा सबीयगा ॥ अहावरा तसा पाणा, एवं छकाय अहिथा । एयावए जीवकाए, नावरे कोइ विज्जइ ॥
– સૂયગડાંગ સૂત્ર ૧, ૧૧ પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને બીજસહિત તૃણ, વૃક્ષ આદિ વનસ્પતિકાય એ સર્વ જી પૃથક પૃથક છે. અર્થાત્ ઉપરથી એક આકારવાળા દેખાવા છતાં તે દરેક જુદું જુદું વ્યક્તિત્વ ધરાવનારા જેવો છે.
ઉક્ત પાંચ સ્થાવર છે ઉપરાંત બીજા ત્રસ પ્રાણીઓ પણ છે. બધાને છકાયષકાય કહેવાય છે. આ સંસારમાં