________________
૧૧e
આત્મતરવવિચાર
પ્રદર્શિત કરતા હોય છે. કેટલાક સાહિત્ય, સંગીત અને કલા વડે ઉચ્ચ પ્રકારનો આનંદ માણતા હોય છે, તે કેટલાક ગાળાગાળી કરી ભારે કલહ મચાવતા હોય છે અને એકબીજાને પી ટી દુઃખ ઉપજાવતા હોય છે. કેટલાક શરીરને સુંદર વસ્ત્રાભૂષણેથી શણગારી ઉત્સવમાં મહાલતા હોય છે, તે કેટલાક ભયંકર રોગોને ભોગ બની પથારીમાં પડયા પડયા હાયય કરતા હોય છે. આ પ્રમાણે જીના સ્વભાવ, પ્રવૃત્તિ અને સુખ-દુઃખના અનુભવમાં ઘણી તરતમતા દેખાય છે.
વળી આ વિશ્વમાં એક જ બ્રહ્મ હોય તે બધાની ઉન્નતિ કે અવનતિ સાથે જ થવી જોઈએ પરંતુ જોવામાં જુદું જ આવે છે. એક જીવ ઉન્નતિની ટોચે જણાય છે, બીજે ઉન્નતિના માર્ગે જણાય છે, ત્રીજો અવનતિ તરફ પ્રયાણ કરતા હોય છે, તે ચોથે અવનતિના નીચલા થરે પહોંચી ગયે હેય છે.
વળી આ વિશ્વમાં એક જ બ્રહ્મ વ્યાપેલ હોય તે બંધ અને મોક્ષ જેવી કોઈ વસ્તુ સંભવે નહિ. જ્યાં એક બ્રહ્મ હોય ત્યાં બંધ શેને થાય? જે બંધ માને તે બીજી વસ્તુ સ્વીકારવી પડે. “હાથે પાટો બાંધે ” એમ કહે તે હાથ અને પાટ, આવી બે ભિન્ન વસ્તુઓ સિદ્ધ થાય કે નહિ? તે જ રીતે જ્યાં એક જ બ્રહ્મ હોય ત્યાં મિક્ષ કોને થાય ? કેણ કોનામાંથી છૂટે? “વાડામાંથી પાડું એક છૂટું થઈને ના ડું છેક” એમ કહીને ત્યાં વાડો અને પાડું એમ બે વસ્તુઓનું પ્રતિપાદન થાય કે નહિ?
.