________________
આત્માની સંખ્યા
જે આ વિશ્વમાં એક જ બ્રહ્મ હોય તે બધા જીવોના વાવ સરખા હોવા જોઈએ, બધાંની પ્રવૃત્તિ પણ સમાન જોઈએ અને બધાને સુખ-દુઃખને અનુભવ પણ સરખા પ્રમાણમાં થ જોઈએ. પણ આપણે જોઈએ છીએ કે જીના સ્વભાવ જુદી જુદી જાતના હોય છે. કેઈ ઉદાર તે કઈ કૃપણ, કોઈ શૂરવીર તે કઈ બાયલા, કોઈ મહેનતુ તે કોઈ આળસુ, કોઈ શાંત તે કેઈ ઉગ્ર વળી બધા ની પ્રવૃત્તિ પણ જુદી જુદી હોય છે. કોઈ અધ્યયન અધ્યાપન કરે છે તે કોઈ શસ્ત્રસજજ થઈ લડાઈ લડે છે, કોઈ ખેતી કરે છે, તે કઈ ગોપાલન કરે છે, કોઈ વેપાર કરે છે, તે કઈ મજૂરી કરે છે. તે જ રીતે બધાને સુખ-દુઃખને અનુભવ પણ જુદી જુદી જાતને હોય છે. જ્યારે કેટલાક જી ગાનતાનમાં મસ્ત બની ખૂબ આનંદ માણતા હોય છે, ત્યારે કેટલાક જ કરુણ આકંદ કરી પોતાનું કષ્ટ જે આત્મા એક જ હોય તે સંસારમાં પ્રત્યક્ષ થતા અનેક જીવને તેની સાથે શો સંબંધ છે? તે ખુલાસો જરૂરી છે. આ ખુલાસે આપવા બ્રહ્મસૂત્રના વ્યાખ્યાનકારોએ પ્રયત્ન કર્યો છે, પણ તેમાં એક મતી જળવાઇ નથી. શંકરાચાર્યે તેને ખુલાસો માયાવાદથી કરવાને પ્રયત્ન કર્યો તો ભાસ્કરાચાર્યે સોપાધિવાદને આગળ કર્યો. રામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈતવાદ પર જોર આપ્યું તે નિમ્બાર્ક વૈતાદ્વૈત એટલે ભેદભેદવાદનું સમર્થન કર્યું. મબ્રાચાર્યે ભેદભાવને રવીકાર કર્યો તે વિજ્ઞાનભિક્ષુએ અવિભાગીદૈતની ઘેષણ કરી. ચિત અચિંત્ય ભેદાભેદવાદને પ્રાધાન્ય આપ્યું તે વલ્લભાચાર્યે શુદ્ધાત માર્ગની પ્રરૂપણું કરી. આ મતભેદનું વિશેષ વર્ણન જેવું હોય તેમણે શ્રી ગોવિંદલાલ હ. ભટ્ટ કૃત બ્રહ્મસૂત્રાણુભાષ્યના ગુજરાતી ભાષાંતરની પ્રસ્તાવના જેવી.