________________
૧૦૮
આત્મતત્વવિચાર
ભગવંતનું વચન છે, તેથી તમે એક આત્માને જ સારી રીતે જાણી લે.
આત્માનું અસ્તિત્વ છે, તે નિત્ય એટલે અજર-અમર છે, કર્મનાં ફળો ભેગવવા માટે જુદી જુદી પેનિઓમાં જમે છે અને હર હાલતમાં અખંડિત રહે છે. આટલી વાત આપણે વિસ્તારથી જોઈ ગયા. હવે આત્માની સંખ્યા કેટલી? તે સંબંધી કેટલીક વિચારણા કરીએ.
કેટલાક કહે છે કે આ લેકમાં વિશ્વમાં એક બ્રહ્મ (આત્મા) છે, બીજું કંઈ નથી તેમને પૂછીએ કે “આ વિશ્વમાં એક બ્રહ્મ જ હોય તે સંસારને પ્રપંચ શાથી જણાય છે?” તે કહે છે કે “માયાથી.” આને અર્થ તે એ થયો કે આ વિશ્વમાં માત્ર બ્રહ્મ નથી, પણ માયા નામની બીજી વસ્તુ પણ છે.
આ માયા કયાંથી આવી?” એમ પૂછીએ તે કહે છે કે “અવિદ્યાના પ્રતાપે ” “આ અવિદ્યા શું છે?” એમ પૂછીએ તે કહે છે કે “અજ્ઞાન.” આ તે “મુઆ નહિ ને પાછા થયા” એના જેવી વાત છે. માયા કહે, અવિદ્યા કહો કે અજ્ઞાન કહે, એથી પરિસ્થિતિમાં શું ફેર પડય? એક બ્રહ્મને બદલે બીજી વસ્તુ માનવી જ પડી. આ બીજી વસ્તુ શું છે ? કેમ આવી? કયાંથી આવી? તેને સ્પષ્ટ ખુલાસે તેઓ કરી શકતા નથી
* આત્મા એક જ છે એવો મત વેદાંત દશનને છે. ન્યાય. વૈશેષિક, સાંખ્યયોગ, ઉત્તરમીમાંસા વગેરેની માન્યતા આથી ભિન્ન છે.