________________
પુનઃજન્મ
૧૦૫
સામુ જુએ પણ નહિ, કારણ કે એ સુખા તા તેને ખરખાદ કરનારાં છે, દુગČતિએ લઈ જનારાં છે.
જે ચીજના રસ લાગવા જોઇએ, તે ન લાગે, તેની ઉપાધિ છે. તમને સારું સારુ ખાવાના, પહેરવાના, સારી જગામાં રહેવાના, સંસાર માંડવાના રસ લાગે છે, પશુ રસ તા જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી ત્રણ રત્નાને લાગવા
જોઇએ.
ગુરુ આવા રસ લગાડવા માટે સૂત્રસિદ્ધાંતનું વ્યાખ્યાન કરે છે અને તત્ત્વજ્ઞાનના વિષય પીરસે છે. ત્યારે ભાગ્યશાળીએાની હાલત કેવી હાય છે, તે જુઓ.
નિદ્રાની છાતી પર ચડી બેસનાર શેઠનું દૃષ્ટાંત
ગુરુ મહારાજનું વ્યાખ્યાન ચાલી રહ્યું હતું. તે વખતે એક શેઠ સહેજ મેાડા પડયા, પણ આગેવાન હાવાથી તેમને આગળ બેસાડવામાં આવ્યા. આ વખતે કેટલેાક વિષય ચાલી ગયા હતા અને તત્ત્વજ્ઞાનની ઝીણી વાત ણાતી હતી, એટલે શેઠ તે પકડી શકયા નહિ. તેમની આંખા ઊંઘથી ઘેરાવા માંડી, આથી ગુરુ મહારાજે પૂછ્યું; ‘કેમ શેઠ ઊ‘ઘેા છે?”
શેઠ જરા રમુજી હતા. તેમણે કહ્યુ: ‘ ગુરુદેવ ! હું ઊંઘતા નથી, પણ નિદ્રાદેવી આવવા માટે તૈયારી કરી રહી છે, તેથી હું આંખના દરવાજા મધ કરી રહ્યો છું.
"
વ્યાખ્યાન આગળ ચાલ્યું અને શેઠ કે ચડયા. આ