________________
પુનર્જન્મ
૧૦૩
આથી જાટ ખીજાય. તે મનમાં વિચાર કરે છે કે બાર વાગ્યા સુધી મને ભૂખ્યા બેસાડી રાખી હવે આ ધૂળ અને ઢેફાં આપે છે અને શરત પ્રમાણે ગુડરાબ નથી આપતે માટે તેને જોઈ લઉં.”
શેઠ આ વસ્તુ પામી ગયા. પરંતુ સાળાઓની આગળ કંઈ બેલાય તેમ ન હતું. હવે સાળાઓને બીજા ઓરડામાં મોકલવા શેઠે મોઢામાં કેળિયે મૂકો. મારવાડને રિવાજ છે કે મહેમાન જમવાનું શરૂ કરે, પછી જ બીજાએથી જમાય, શેઠે જમવાનું શરૂ કર્યું જાણું સાળાએ બીજા ઓરડામાં જમવા માટે ચાલ્યા ગયા.
પિતાને ભૂખ્યા રાખી શેઠે જમવાનું ચાલુ કર્યું, એ જોઈ જાતને પિત્તે ગયે. ખેડૂત એ ખેડૂત, તેણે ભેટ બાંધી અને હાથમાં ડાંગ લીધી, પછી શેઠની પાસે જઈને કહ્યું કે “તમે જૂઠું બોલ્યા છે અને શરત તેડી છે, માટે તેનાં પરિણામ માટે તૈયાર રહે.”
શેઠ પણ ગાંજ્યા જાય તેવા ન હતા. તેઓ જાણતા હતા કે આ ગમારે હજી સુધી બરફી-પેડાને સવાદ ચાખ્યો નથી, એટલે “ગુડરાબ” “ગુડરાબ” ગોખ્યા કરે છે. પણ એક વાર તેને સ્વાદ ચાખશે, તે બધું ભૂલી જશે. આથી તેઓ ઉઠયા અને જાટની થાળીમાંથી બરફીને એક માટે ટુકડો લઈ જાટને બોચીએથી પકડી તેણે બોલવા માટે ફાડેલાં મુખમાં ખોસી દીધે.