________________
૧૦૨
આત્મતત્વવિચાર
- હવે શેઠ જાણતા હતા કે જમાઈને દૂધપાક મળે, રબડી પણ મળે, જે પકવાન-મિષ્ટાન જોઈએ તે પણ મળે, પરંતુ સસરાના ઘરમાં ગુડરાબ ન મળે, કારણ કે તે ગરીબ લોકોનું મિષ્ટાન્ન છે. એટલે તેમણે કહ્યું “ગુડરાબ કરતાંયે સારું ખાવાનું આપીશ પરંતુ જાટે કહ્યું: “ના શેઠ! આ જગતમાં તેનાથી સારું કંઈ ન હોય. મારે તે ગુડરાબ જોઈએ. જે તે માટે કબૂલ થતાં હે તે બેસવા દઉં, નહિ તે હું મારે આ ચાલે.”
શેઠે સમય ઓળખી તેની શરત કબૂલ કરી. આમ ગાડામાં બેસી શેઠ સાસરે આવ્યા. શેઠ સાથે જાટને પણ સત્કાર થયે. શેઠને નવરાવ્યા–ધવરાવ્યા અને સાથે પેલા જાટને પણ નવરા - ધવરાવે. પણ પેલાને ચેન ન પડે. તેનું મન તે ગુડરાબમાં જ ભરાઈ ગયું હતું. પરંતુ આ શેઠનું સાસરું હતું, એટલે બેલાય નહિ, એટલું તે સમ જતે હતે.
બંનેને જમવા બેસાડયા. બરફી, પેંડા અને બીજી જાત-જાતની વાનીઓ પીરસાઈ, પણ પેલી ગુડરાબ એટલે ગળનું ગરમાણું ન આવ્યું. પીરસવા ધારેલું તે બધું પીર 'સાઈ ગયું, એટલે સાળાઓએ શેઠને કહ્યું કે “જમવાનું ચાલુ કરે.” આ વખતે શેઠે જાટના સામું જોયું અને ઈસારાથી જમવાનું ચાલુ કરવા કહ્યું, ત્યારે જાટે ઈસારાથી સામું પૂછ્યું કે “ગુડરાબ કયાં ?” શેઠે ઘસારાથી કહ્યું: “એ હમણાં આવશે, તું ખાવા માંડે.”