________________
આત્મતત્વવિચાર
કપાટાકાર એટલે મથાન આકાર (ચાર પાંખવાળા રવૈયાને આકાર) બનાવી ચોથે સમયે ચાર આંતરાં પૂરે છે, એટલે તે કેવલી ભગવંતને આત્મા સ્વાત્મપ્રદેશો વડે સંપૂર્ણ લેકાકાશમાં વ્યાપ્ત થઈ જાય છે, કેમ કે એક આત્માના પ્રદેશ કાકાશ જેટલા છે.
ત્યાર બાદ પાંચમે સમયે આંતરામાં પૂર્વ સમયે પૂરેલા આત્મપ્રદેશે સંહરે છે, છત્તે સમયે મંથાનના અર્ધ ભાગના આત્મપ્રદેશે સંહરે છે, સાતમા સમયે કપાટ સંહરી લે છે અને આઠમે સમયે દંડાકાર પ્રદેશો સંહરી આત્મા પૂર્વવત હતે તેમ સંપૂર્ણ શરીરસ્થ થાય છે. આ કેવલી સમુદ્દઘાત પૂર્ણ થયા બાદ કેવલી ભગવંત અત મુહૂર્ત જીવીને મનવચન-કાયાને યોગનિરોધ કરીને મોક્ષગામી બને છે.
એક શરીરમાં આમા કેટલા ? હવે એ જાણવું જરૂરતું છે કે એક શરીરમાં એક આત્મા પણ રહે અને અનંત આત્માઓ પણ રહે. આપણા શરીરમાં તેમજ ગાય-ભેંસ–ઘે ડા–હાથીનાં શરીરમાં એક આત્મા હોય છે, માછલાં–દેડકાં–પતંગિયા–કુદાં –કીડીમંકોડી વિગેરેનાં શરીરમાં પણ એક આત્મા હોય છે, તે જ રીતે પ્રત્યેક વનસપતિકાયનાં મૂળ, પાંદડાં, બીજ, છે.લ, લાકડું, ફળ વગેરે અંગોમાં પણ એક આત્મા હોય છે, પરંતુ સાધા૨ણ વનસ્પતિકાયમાં એક શરીરે અનંતા આત્માઓ હોય છે. ત્યાં તેનું મા૫ આંગળના અસંખ્યાતમાં ભાગ જેટલું હોય છે. •