________________
આત્માની અખંડતા
આટલા આત્માઓ એક સાથે શી રીતે રહી શકતા હશે? તેઓ પરસ્પર ટકરાતા હશે કે નહિ ? પરસ્પર સંઘર્ષ થતો હશે કે નહિ? તેઓ એક બીજાની અસરથી ખંડિત થતા હશે કે નહિ?” વગેરે પ્રશ્નો તમારા મનમાં ઉઠતા હશે, પણ તેનું તરત જ સમાધાન કરીશું. જેમાં એક ઓર ડામાં અનેક દીપકોના પ્રકારો સાથે રહી શકે છે તેમ એક શરીરમાં અનંત આત્માઓ સાથે રહી શકે છે, આ દીપકોના પ્રકાશે એક જ ઓરડામાં સાથે રહેવા છતાં જેમ પરસ્પર ટકરાતા નથી, પરસ્પર સંઘર્ષ પામતા નથી કે એક બીજાથી ખંડિત થતા નથી, તેમ એક શરીરમાં અનંત આત્માઓ સાથે રહેવા છતાં પરસ્પર ટકરાતા નથી. પરસ્પર સંઘર્ષ પામતા નથી કે એક બીજાથી ખંડિત થતા નથી.
કોઈ એમ કહેતું હોય કે આ આત્માઓ પાણીમાં મીઠું ઓગળી જાય - લય પામી જાય તેમ એક બીજામાં લય પામી જતા હશે તેથી જ પરસ્પર ટક્કર લાગતી નહિ હોય કે સંઘર્ષાદિ નહિ થતા હોય, તે એ કહેવું વ્યાજબી નથી. દીપકના વિવિધ પ્રકારો સાથે રહેવા છતાં જેમ પિતાનું વ્યક્તિત્વ જાળવી રાખે છે, તેમ અનંત આત્માએ સાથે રહેવા છતાં પોતાનું વ્યક્તિત્વ જાળવી રાખે છે.
દીપકના પ્રકાશ શી રીતે પિતાનું વ્યક્તિત્વ જાળવી રાખે છે?” એમ પૂછવામાં આવતું હોય તે કહીએ છીએ કે એ દીપકમાંથી કોઈપણ દીપકને બહાર લઈ જવામાં આવે તે તેને પ્રકાશ પણ તેની સાથે જ બહાર જશે