________________
આત્માની અખંડતાં
આત્મા દેહ પરિમાણ છે. આત્મા દેહ પ્રમાણે વ્યાપીને રહે છે, એટલે દેહપરિમાણ કહેવાય તે આત્માના ગુણે દેહ બહાર જણાતા નથી, એટલે તેને દેહથી અધિક પરિમાણવાળો માની શકાય નહિ. જે આત્માને દેહથી અધિક પરિમાણવાળે માનીએ તે ત્યાં સુખ-દુઃખને અનુભવ શી રીતે થાય? અને સુખદુઃખને અનુભવ ન થાય તે કર્મનું ભકતૃત્વ કયાં રહ્યું ? જે કર્મનું ભકતૃત્વ ન હોય તે કર્તુત્વને પણ શું અર્થ? આ રીતે આત્માને દેહથી અધિક પરિમાણવાળો માનવા જતાં અનેક આપત્તિઓ આવે છે.
કેટલાક આત્માને દેહથી સૂક્ષ્મ પરિમાણવાળ માને છે. તેઓ કહે છે કે આત્મા તે માત્ર ચેખા કે જવના દાણું જેટલું છે. માત્ર અરીઠા જેટલો છે, માત્ર વેંત જેટલે છે, વગેરે. પણ આત્મા એ રીતે દેહથી સૂક્ષમ હોય તે કયાં રહે છે? એ પ્રશ્ન થાય છે. જે એમ કહેવામાં આવે કે તે હૃદયમાં રહે છે, તે બાકીના ભાગમાં સુખ-દુઃખનું સંવેદન
* આત્મા દેહપરિમાણ છે, એવી માન્યતા ઉપનિષદમાં પણ મળે છે, કૌષીતકી ઉપનિષદુમાં કહ્યું છે કે જેમ છે તેના સ્થાનમાં જેમ અગ્નિ તેના કુંડમાં વ્યાપ્ત છે, તેમ આત્મા શરીરના નખથી માંડીને શિખ સુધી વ્યાપ્ત છે. તૈતરીય ઉપનિષમાં આત્માને અન્નમય-પ્રાણમય, મને મય-વિજ્ઞાનમય કહેવામાં આવ્યો છે, તે શરીર પ્રમાણુ માનતાં જ ઘટી શકે છે.