________________
આત્મતત્વવિચાર
હોય છે, તેથી હાથીનાં શરીરમાં રહેલે આત્મા જ્યાં સુધી ખંડ રૂપ ન બને ત્યાં સુધી કીડીના શરીરમાં શી રીતે દાખલ થઈ શકે? પરંતુ આ પ્રશ્ન આત્માનું સ્વરૂપ નહિ સમજવાને લીધે જ મનમાં ઉઠે છે.
આત્મા સંકેચ-વિસ્તારના ગુણવાળો છે.
આત્મા જેમ અખંડ છે, તેમ સંકોચ-વિસ્તારના ગુણવાળ પણ છે તેથી મેટાં અને નાનાં બધાં શરીરમાં તેમની અવગાહના પ્રમાણે વ્યાપીને રહે છે. એટલે હાથીના શરીરમાં રહેલે આત્મા કીડીનાં શરીરમાં પ્રવેશ કરે ત્યારે સંકેચાય છે, પણ ખંડિત થઈને નાને બનતો નથી. એક વની ઘડી કરીને તેને નાનું બનાવીએ તે તેને સંકોચ કર્યો કહેવાય, અને તેને ફાડીને નાનું બનાવીને તે તેને ખંડ કયા કહેવાય, તેનું ખંડન કર્યું કહેવાય. સંકોચ અને ખંડન વચ્ચેને આ તફાવત હવે તમારાં લક્ષમાં બરાબર આવી ગયો હશે
સંકેચ અને વિસ્તારને ગુણ સમજવા માટે દીપપ્રકાશનું દષ્ટાંત ઉપગી છે. એક દીપને ૪૦ x ૪૦ ફૂટના ઓરડામાં મૂક હેય તે તેને પ્રકાશ તેટલી જગામાં વ્યાપીને રહે છે, ૨૦ x ૨૦ ફૂટને એરડામાં મૂક્યા હોય તો તેને પ્રકાશ તેટલી જગામાં વ્યાપીને રહે છે અને ૧૦ x ૧૦ ફૂટના ઓરડામાં મૂક્યું હોય તે તેને પ્રકાશ તેટલી જગામાં વ્યાપીને રહે છે.