________________
પુનર્જન્મ
પાટણ પાસે ચાણમા નામે એક ગામ છે. ત્યાં એક છોકરાને પૂર્વભવનું જ્ઞાન થયું તેણે કહ્યું: “હું પૂર્વભવમાં પાટણ શહેરમાં અમુક લત્તામાં રહેતા હતા. મારું નામ કેવલચંદ હતું.” આ વાતની ખાતરી કરવા લોકો તેને પાટણ લઈ ગયા. ત્યાં જે રસ્તેથી તેના ઘરે જવાતું હતું તે રસ્તે તેણે બતાવી દીધું અને ઘર પણ ઓળખી બતાવ્યું તથા તેને જે જે નિશાનીઓ બતાવી, તે પણ બધી મળતી આવી. ત્યાં તેના છોકરાને છેક મણિલાલ નામનો હતો, તેને પણ ઓળખી લીધે.
એટલે અનુભૂતિથી પણ પુનર્જન્મની વાતને સબળ ટેકે મળે છે, તેથી પુનર્જન્મના સિદ્ધાંતમાં કોઈ શંકા રાખવા જેવી નથી ૨૯
-
* મિસિસ એની બેસેજે “Reincarnation-પુનર્જન્મ” નામનું એક મહત્વપૂર્ણ પુરતક લખ્યું છે. તેમાં અનેક દાખલાદલીલેથી પુનર્જન્મની સિદ્ધિ કરેલી છે,