________________
પુનર્જન્મ
જુગારી મિત્રોની સોબતમાં ફસ્યા હોય તે અધમ બને છે. જે સંગ તેવો રંગ” એ કહેવત દુનિયામાં પ્રસિદ્ધ છે.
વસ્તુપાળ-તેજપાળનું દૃષ્ટાંત સંજોગવશાત્ આ સંસ્કારો સુધરી પણ શકે છે. વસ્તુપાળ અને તેજપાળ પહેલેથી ઉદાર નહોતા. પણ એક વખત સહકુટુંબ જાત્રાએ જવાનું થયું. મિલકત ઘણી હતી, તે કોણ સાચવશે? એમ વિચારી સેના મહારનો ચરૂ ભર્યો અને તે સાથે લીધું. જાત્રામાં ગમે ત્યાં જાય, ત્યાં સાથે રાખે, પૂજા કરવા જાય તે ચરૂ જઈને જાય અને પૂજા કરીને આવે ત્યારે પાછો જોઈ લે. પૂજામાં પણ ધ્યાન ચરૂમાં રહે. ખાતાં પીતાં, ઉઠતાં, બેસતાં, નહાતાં, દેતાં બધે વખત ચરૂની ફીકર રાખે. તેમની માતા સંસ્કારી હતા તેનાથી આ સહન ન થયું. તેણે કહ્યું: “બેટાઓ! ઘડી ઘડી ચરૂમાં ધ્યાન રાખે છે, તે યાત્રા શી રીતે થશે? યાત્રામાં તે ધર્મ કરવો જોઈએ. તે આ રીતે થાય નહિ. આમાં તે મોહની વૃદ્ધિ થઈ રહી છે.”
પુત્ર વિનયી હતા. તેમણે કહ્યું : “તે આ ચરનું શું કરીએ?” માતાએ કહ્યું: “તેને વગડામાં દાટી દે. વળતી વખતે ત્યાંથી લઈ લેજો.” માતાનાં આ વચનને સ્વીકાર કરીને રાત્રિના સમયે બને ભાઈઓ એ ચરૂ દાટવા વગડામાં ગયા. ત્યાં થોડી જમીન ખેડી તે કોદાળી કઈ નક્કર વસ્તુ સાથે અથડાય. વિશેષ ખાવું તે તેમાંથી એક ચરૂ નીકળ્યો. તે હે સુધી સોનામહોરોથી ભરેલો હતો.”
તેઓ બને ચરૂ માતા પાસે લઈ ગયા. માતાને લાગ્યું