________________
આત્મતત્વવિચાર
ગલાનું બનાવેલું જે અવ્યાઘાતી શરીર ધારણ કરે છે, તે આહારક કહેવાય છે.
જે શરીર ખાધેલા આહારનું પાચન કરવામાં સમર્થ છે તથા તેજોમય છે અને ઉષ્મા આપનારું છે, તે તેજસ કહેવાય છે. અને જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોને સમૂહ જે આત્મપ્રદેશમાં એકતા પામેલ છે, તે કામણ શરીર કહેવાય છે
આ શરીરે ઉત્તરોત્તર સમ છે, એટલે દારિક કરતાં વાકય સૂમ છે, વૈક્રિય કરતાં આહારક સક્ષમ છે, આહારક કરતાં તેજસ સૂક્ષમ છે અને તેજ સ કરતાં કામણ સૂક્ષમ છે.
સંસ્કાર સંચય અને તેની સુધારણું
આત્મા શરીર દ્વારા ક્રિયા કરે છે અને તેના સંસ્કાર તેના પર પડે છે એટલે સારી ક્રિયાના સારા સંસ્કાર પડે છે અને ખરાબ ક્રિયાના ખરાબ સંસ્કાર પડે છે. જેઓ જિનમંદિરે જતા હોય, દેવદર્શન કરતા હય, સેવાપૂજા કરતા હોય, સદગુરુને સમાગમ કરતા હોય, તેમની વ્યાખ્યાનવાણી સાંભળતા હય, વ્રતનિયમ કરતા હોય તથા સારાં સારાં ધાર્મિક પુસ્તક વાંચતા હોય તે ધાર્મિક બને છે. અને જેઓ ખાવાપીવાની વાતમાં જ મગુલ રહેતા હાય, નવી નવી ભેગસામગ્રી શેધતા હેય, નાટકતમાશામાં પિતાને સમય વીતાવતા હોય તથા શરાબી, ગંજેરી કે
* કોઇથી વ્યાઘાત-બાધા ન પામે તે અવ્યાઘાતી. આ શરીર પહાડ-પત્થર ગમે તે વસ્તુને ભેદીને આરપાર ચાલ્યું જાય છે.