________________
આત્મતત્વવિચાર
હોય છે, તેના માટે શું કહેશે? આને ખુલાસો એક જ હોઈ શકે કે આત્માએ જ્યારે આ દેહ ધારણ કર્યો, ત્યારે તે પૂર્વભવના સંસ્કારોની કેટલીક મૂડી પોતાની સાથે લેતે આવ્યું હતું અને તે જ આ રીતે વ્યક્ત થઈ રહી છે.
અહીં એ પણ જણાવી દઈએ કે આત્મા જ્યારે એક દેહ છેડીને બીજે દેહ ધારણ કરવા માટે ગતિ કરે છે, ત્યારે તેની સાથે આ સંસ્કારોની મૂડી ઉપરાંત તેજસ અને કામણ નામના બે શરીરો પણ હોય છે. આ શરીર અતિ સક્ષમ હોવાથી કોઈ તેની રૂકાવટ કરી શકતું નથી. એટલે આત્માની સાથે તે ગમે ત્યાં જઈ શકે છે
પાંચ પ્રકારનાં શરીર, અહીં તમને પ્રશ્ન થશે કે શરીર કેટલી જાતનાં હોય છે ? એટલે તેને ખુલાસે કરી દઈએ. શાસ્ત્રકાર ભગવંતે શ્રીપનાવણાસૂત્રમાં કહ્યું છે કે–રાતે ઘનત્તા, તંગદ્દા રોળેિ વેaણ બહાણ, તે ક્ષણ / જ્ઞાની ભગવતેએ પાંચ પ્રકારનાં શરીર કહેલાં છે, તે આ પ્રમાણે ઔદારિક, વિક્રિય, આહારક, તેજસ અને કામણ
જે શરીર ઉદાર એટલે ઉત્કૃષ્ટ પુદ્ગલેનું બનેલું હોય તે ઔદારિક કહેવાય. અથવા અન્ય શરીરની અપેક્ષાએ જે ઉચ્ચ સ્વરૂપવાળું હોય તે ઔદારિક કહેવાય. અથવા જેનું છેદન, ભેદન ગ્રહણ દહન વગેરે થઈ શકે તે ઔદારિક કહેવાય.