________________
પુનર્જન્મ
રહેત. થોડા સમય પહેલાં મીરજના ડોકટરની મનમાં હસી કરનારાઓએ તેને આભાર માન્ય. આ સ્ત્રીએ પછી ગર્ભનું પાલન કર્યું અને પૂરા દિવસે પુત્ર અવતર્યો.
મરણનું દુ:ખ જન્મનાં દુઃખ કરતાં આઠ ગણું વધારે હોય છે. હજારો-લાખે વીંછી કરડે અને જે યાતના ભોગવવી પડે, તેવી યાતના મરણ વખતે જીવને ભેગવવી પડે છે. ત્યાંથી તે જન્મક્ષેત્રમાં પ્રવેશે છે, ત્યારે મરણનાં દુખની સરખામણીમાં ગનું દુઃખ ઓછું હોવાથી તે પહેલાનું બધું ભૂલી જાય છે.
જેઓ પચીસ કે પચાસ વર્ષની વાત યાદ રાખવાનું કહે છે તેમને તેમનાં વર્તમાન જીવનનાં પહેલા અને બીજા વર્ષની હકીકતે પૂછીએ તે કહી શકશે ખરા ? જે તમને પિતાના જીવનનાં પહેલાં અને બીજા વર્ષની વાત યાદ નથી, તે પહેલું અને બીજું વર્ષ હતું જ નહિ, એમ કહેવાશે ખરું?
આત્મા જ્યારે ગર્ભમાં હોય છે, ત્યારે તે કોઈની સેબતમાં આવતું નથી, છતાં એક બાળક ક્રૂર, બીજે દયાળુ, ત્રીજે લેભી તે થે ઉદાર શા માટે ? તેને સ્વભાવ ઘણી વાર માતાપિતાથી પણ વિરુદ્ધ જોવામાં આવે છે. મમ્મણશેઠ કૃપણ હતા. પણ તેની માતા કૃપણ ન હતી. વસુદેવ ભેગી હતા અને તેમના છ પુત્રે પરમ વિરાગી હતા. બહાદુર માતાને પુત્ર કાયર અને કાયર માતાનો પુત્ર બહાદુર, મૂર્ખ પિતાને પુત્ર જ્ઞાની અને જ્ઞાની પિતાને પુત્ર મૂર્ખ જોવામાં આવે છે. વળી તીર્થકરે અસાધારણ કટિના