________________
પુનર્જન્મ
૭૫
જોયેલું કે એકવાર વાંચેલું ભૂલતા નથી, તેમને પણ પૂર્વજન્મની વાતે યાદ નથી, એટલે માનવાને કારણ છે કે પુનર્જન્મ જેવી કઈ વસ્તુ જ નથી.”
પુનર્જનમને સિદ્ધાંત સર્વ કથિત છે.
આ દલીલનું અમે બરાબર નિરાકરણ કરશું, પણ તે પહેલાં એટલું જણાવવા ઈચ્છીએ છીએ કે પુનર્જન્મને સિદ્ધાંત કેઈએ કપેલો નથી, પણ જેઓ ભૂત, વર્તમાન અને ભવિષ્યકાલીન સર્વ પદાર્થોના સર્વ પર્યાને (સવરૂપિને) સાક્ષાત્ જાણી-જોઈ શકે છે. તેમણે કથન કરેલ છે, એટલે તે અન્યથા હોય જ નહિ, એ સર્વજ્ઞ મહાપુરુષે વીતરાગ હતા, એટલે તેમને કોઈ પ્રત્યે રાગ કે કોઈ પ્રત્યે દ્વેષ ન હતું. બીજા શબ્દોમાં કહીએ તે તેમને આ જગતને કોઈ પણ સ્વાર્થ ન હતો કે પિતાનાં જ્ઞાનમાં વસ્તુને જુએ એક પ્રકારની અને વર્ણવે બીજા પ્રકારની એટલે તેમણે વચને જે પ્રકારે કહૃાાં છે, તે પ્રમાણે જ તેને માનવી જોઈએ. ધર્મશ્રદ્ધાળુ આત્માઓ તે એ વચન એ જ પ્રમાણે ગ્રહણ કરે છે.
અનંત જ્ઞાનીનાં વચન પર વિશ્વાસ ન રાખો અને પિતાની મામુલી-તુચ્છ બુદ્ધિ પર વિશ્વાસ રાખ, એ કઈ જાતનું ડહાપણ? તમારે મોટી ઈમારત બાંધવી હોય તે તમારી બુદ્ધિ પર વિશ્વાસ રાખે છે કે ઈજનેરની બુદ્ધિ
કે કેવળજ્ઞાનીને પ્રથમ જ્ઞાન અને પછી દશન હોય છે એટલે અહીં જાણી-જોઈ શકે છે, એ પ્રયોગ કરે છે. તેની વિશેષ હકીકત આગળ આવશે.