________________
-
-
*
જ.
152amboooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooA
Is & i s :
મુજબ, ચિTO
છે આ ના હ ક છે જકKE
હકક _QGtorbossifoooooooooooooooooooo
Boooooooooooooooooooooooohoon
છે
TO
વ્યાખ્યાન ચેાથું
પુનર્જન્મ મહાનુભાવે !
શ્રતસ્થવિર ભગવતે રચેલું શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર, તેનું છત્રીશમું અધ્યયન અને તેમાં અ૯પસંસારી આત્માનું વર્ણન તેના પરથી આત્માને વિષય ચાલે છે.
આત્મા એક મોટો પ્રવાસી છે અને તે અનાદિ કાળથી પિતાનાં કર્માનુસાર ચાર ગતિ અને ચોરાશી લાખ જીવયોનિમાં પરિભ્રમણ કર્યા કરે છે. આ પરિભ્રમણને અંત ત્યારે જ આવે છે કે જ્યારે તે મુક્તિની પ્રાપ્તિ કરે છે. આ હકીકત તમને ગત વ્યાખ્યાનમાં વિસ્તારથી જણાવી છે, પણ કેટલાકને પુનર્જનમ વિષે શંકા છે, એટલે એ સંબંધી વિશેષ વિચારણા કરીશું.
જેમને પુનર્જન્મ વિષે શંકા છે, તેઓ એમ કહે છે કે “જે અમારે પુનર્જન્મ થયે હોય તે અમને પૂર્વભવની વાત યાદ કેમ ન રહે? જયારે અમે પચીસ, પચાસ કે તેથી પણ અધિક વર્ષની વાત યાદ રાખી શકીએ છીએ, ત્યારે અમને પૂર્વજન્મની વાત પણ યાદ રહેવી જ જોઈએ. કોઈ એમ કહેતું હોય કે અમારી યાદદાસ્ત એટલી તીવ્ર નથી કે આ બધું યાદ રહી શકે, તે આ જગતમાં એવી યાદદાસ્તવાળા માણસો પણ પડયા છે કે જે એક વાર
* મૃત્યુ પછી ફરી જન્મવું તે પુનર્જન્મ,