________________
આત્મા એક માટે પ્રવાસી
૭૩
ઓળંગી જાય છે અને કોઈ તેની રૂકાવટ કરી શકતું નથી. તેથી જ તે ચૌદ રાજલકના એક છેડાથી બીજા છેડા સુધી ગમે ત્યાં જઈ શકે છે.
આત્માને પ્રવાસ, આત્માનું સંસાર પરિભ્રમણ કયારે શરું થયું તે વર્ષોની સંખ્યાથી બતાવી શકાય તેવું નથી. લાખ વર્ષ પહેલાં પણ તેનું સંસારપરિભ્રમણ ચાલુ હતું, ક્રોડ વર્ષ પહેલાં પણ ચાલુ હતું અને અબજ વર્ષ પહેલા પણ ચાલુ હતું. તે માટે જે સમયનો નિર્દેશ કરો તે પૂર્વે પણ ચાલુ હતું, એટલે તે અનાદિ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે.
સોનું જેમ પહેલેથી જ માટીમાં મળી ગયેલું હોય છે, તેમ આત્મા અનાદિકાલથી કર્મથી ખરડાયેલ છે અને તેનું કર્મબંધન સમયે સમયે ચાલુ જ છે, એટલે તેનાં ફળ ભેગવવા માટે તેને દેહ ધારણ કરે પડે છે. જ્યારે કર્મને નવીન બંધ થતું અટકી જાય છે અને સત્તામાં રહેલા કર્મો ખરી જાય છે, ત્યારે તેને નવીન જન્મ ધારણ કરવું પડતું નથી. એ વખતે તે પોતાની સ્વાભાવિક ઉદર્વગતિથી લેકના અગ્રમાને પહોંચી જાય છે અને સિદ્ધશિલાના અગ્રભાગે બિરાજી મોક્ષનાં અક્ષય-અનંત સુખનો ઉપભોક્તા બને છે. ત્યારથી આ મહાન પ્રવાસીને પ્રવાસ પૂરો થાય છે અને તે એક જ સ્થાને અનંત કાળ સુધી સ્થિર રહે છે.