________________
આત્મતત્વવિચાર
ઉપર ? રેગનિવારણ કરવું હોય તો તમારી બુદ્ધિ પર વિશ્વાસ રાખે છે કે વૈદ્ય-હકીમ-ડૉકટરની બુદ્ધિ પર જે આવી બાબતમાં તમે તમારી બુદ્ધિ પર વિશ્વાસ ન રાખતાં એક કુશળ ઈજનેર કે કુશળ વિદ્ય-હકીમ-ડૉકટરની બુદ્ધિ પર વિશ્વાસ રાખે છે, તે તત્વની બાબતમાં તરવપારંગત એવા સર્વજ્ઞ ભગવંત પર વિશ્વાસ કેમ રાખતા નથી?
સર્વજ્ઞ ભગવંતે સંસારને ભવસમુદ્ર કહ્યો છે, તેને અર્થ એ છે કે ભવની સંખ્યા સમુદ્રમાં રહેલાં જલબિંદુએની જેમ અનંત છે. આ ભવની અનંતતા પુનર્જન્મને માન્યા સિવાય શી રીતે ઘટી શકે? જે ફરી જન્મ થત હોય તે જ ભવની સંખ્યા અનેક-અસંખ્યાત-અનંત સુધી પહોંચે. વળી પુણ્ય–પાપને એટલે સારાં અને ખોટા કર્મોને ભગવટે કરવા માટે જીવને અમુક ગતિમાં ઉત્પન્ન થવું પડે છે, એમ પણ તેમણે કહેલું છે, તે પુનર્જનમ સિવાય
શી રીતે સંભવી શકે? વિશેષમાં એ સર્વજ્ઞ મહાપુરુષોએ પિતાના પૂર્વજોની હકીકત વિસ્તારથી કહેલી છે, તેથી પણ પુનર્જન્મ હોવાની ખાતરી થાય છે. જે પુનર્જન્મ જેવી કોઈ વસ્તુ જ ન હોય તે એ મહાપુરુષે પૂર્વભવનું વર્ણન શા માટે કરે ? બુદ્ધ પણ પિતાના પૂર્વભવોનું વર્ણન કરેલું છે અને હિંદુ મહર્ષિઓએ પણ પૂર્વભવની અનેક કથાઓ કહેલી છે. આ રીતે આર્ય સંસ્કૃતિ તે પુનર્જ. ન્મમાં દઢ શ્રદ્ધા ધરાવનારી છે.
કોઈ પણ વસ્તુ ત્રણ પ્રકારે સિદ્ધ થાય છે–પૃતથી (શાસ્ત્રપ્રમાણેથી), યુક્તિથી (દલીલથી) અને અનુભૂતિથી