________________
આત્મા એક મોટો પ્રવાસી
પૂર્વ સ્થાને પિતાને દેહ છેડી પિતાની નવી આનુપૂર્વી, ગતિ, જાતિ, આદિ નામકર્મરૂપ કામણ શરીર અનુસાર નવીન જન્મક્ષેત્રમાં પહોંચી સ્વજાતિયોગ્ય દેહ ધારણ કરવા જીવ જે શક્તિ વડે પુદ્ગલ ગ્રહણ કરે છે, તેને આહારપર્યાપ્તિ કહેવામાં આવે છે. આહારપર્યાપ્તિ વગેરે પર્યાપ્તિએ સર્વ જીવો બીજા જન્મમાં આવતાં જ શરૂ કરે છે. તેમાં આહારપર્યાપ્તિ પહેલા સમયે જ પૂરી થાય છે અને બાકીની પર્યાપ્તિઓ અંતમુહૂર્તમાં પૂરી થાય છે. '
આહારપર્યાપ્તિ વડે ગ્રહણ કરેલ અને બલરસ રૂપે થયેલ પુદગલમાંથી ખલ-અસાર પુદ્દગલને ત્યાગી બીજા સાર પુદગલને ધાતુરૂપે પરિણમાથી શરીરનામકર્મ અનુસાર તેને દેહરચનામાં રૂપાંતર કરવાં એ શરીરપર્યાપ્તિ છે.
સાત ધાતુ રૂપે પરિણુમાવેલ પુદગલમાંથી ઇન્દ્રિયોગ્ય પુગલ ગ્રહણ કરી ગતિ, જાતિ આદિ નામકર્મ અનુસાર દેહની ઇન્દ્રિયરચના કરવામાં તેને રૂપાંતર કરવા એ ઈન્દ્રિય પર્યાપ્તિ છે.
સાત ધાતુ રૂપે પરિણાવેલ પુદ્ગલમાંથી ઉદ્દભવ પામતી શક્તિ વડે શ્વાચ્છવાસ ચગ્ય પુદ્ગલ ગ્રહણ કરી તેને શ્વાસોચ્છવાસ રૂપે પરિણુમાવી શ્વાસોચ્છવાસની લે-મૂક કરવી એ શ્વાસે શ્વાસપર્યાપ્તિ છે.
સાત ધાતુ રૂપે પરિણાવેલ પુદ્ગલમાંથી ઉદ્માવતી શક્તિ વડે ભાષાવર્ગણાનાં પુદગલે ગ્રહણ કરી તેને વચનરૂપે પરિણાવી વચન રૂપે લે-મૂક કરવા એ ભાષા પર્યાપ્તિ છે.
* આ કમને પરિચય બાવીશમાં વ્યાખ્યાનમાં અપાયેલે છે.