________________
આત્મતત્વવિચાર
voru
wwwwwwwww
સાત ધાતુરૂપે પરિણાવેલ પુદગલમાંથી ઉદ્ભવતી શક્તિ વડે મને વર્ગણાનાં પુદ્ગલે ગ્રહણ કરી તેને મનરૂપે પરિ શુમાવી, અવલંબીને, વિસર્જન કરવાની શક્તિ વડે વિચાર, ચિંતન, મનન આદિ મનોવ્યાપારમાં ઉતારવા એ મનઃ પર્યાપ્તિ છે. - શરીરની રચના પ્રથમ થાય છે અને આત્મા તેમાં પછી પ્રવેશે છે, એમ જે માનવામાં આવે તો તે વ્યાજબી નથી, કારણ કે એ રીતે તે મશીનમાંથી બહાર પડતી ટીકડીઓની માફક પુદ્ગલનાં બનેલાં બધાં શરીર સરખાં જ હોવા જોઈએ; પણ તમે જુઓ છે કે તેમાં કેટલું બધું તફાવત હોય છે.' કઈ એમ કહેતું હોય કે જુદાં જુદાં વીર્ય અને રજને લીધે (ઉત્પાદન પદાર્થોને લીધે) આમ બને છે, તે એમ કહેવું પણ યુક્ત નથી, કારણ કે એક જ માતાપિતાથી ઉત્પન્ન થતાં સંતાનનાં શરીર પણ રૂપરંગ, લાવણ્ય, આકૃતિ અને
૧. જૈન શાસ્ત્રોમાં આકૃતિને માટે સંસ્થાન શબ્દ જાયેલ છે અને તેના છ પ્રકારે માનવામાં આવ્યાં છે. (1) સમચતુરસબધા અંગે પ્રમાણપત અને લક્ષણયુક્ત. (૨) ન્યાધિપરિમંડલનાભિની ઉપરનો ભાગ પ્રમાણે પેત અને લક્ષણયુક્ત, પણ નીચેને ભાગ પ્રમાણ અને લક્ષણથી રહિત. (૩) સાદિ-નામીની નીચેનાં અંગે પ્રમાણપત અને લક્ષણયુક્ત પણ ઉપરના અંગો પ્રમાણ અને લક્ષણથી રહિત. (૪) વામન-હાથ, પગ, મસ્તક, ડોક પ્રમાણોપેત તથા લક્ષણયુત પણ બીજાં અંગો પ્રમાણ તથા લક્ષણથી રહિત. (૫) કુજ હાથ, પગ, મસ્તક, ડોક પ્રમાણ તથા લક્ષણથી રહિત પણ બીજાં અંગો પ્રમાણે પેત અને લક્ષણથી યુક્ત, (૬) હેડક-શરીરનાં બધાં અંગે પ્રમાણુ અને લક્ષણથી રહિત.