________________
આત્મતત્વવિચાર
વૈદિક ધર્મમાં પણ નિની સંખ્યા ૮૪ લાખ મનાયેલી છે. તે આ પ્રમાણે–
स्थावरं विंशतेर्लक्ष, जलजं नवलक्षकम् । कृमिश्चरुद्रलक्षश्च, दशलक्षश्च पक्षिण: ॥ त्रिंशल्लक्षं पशूनां च, चतुर्लक्ष तथा नरः । ततो मनुष्यतां प्राप्य ततः कर्माणि साधयेत् ॥
વૃક્ષાદિ સ્થાવરનિ ૨૦ લાખ, જલજતુનિ ૯ લાખ, કૃમિની ૧૧ લાખ, પક્ષિાની ૧૦ લાખ, પશુયોનિ ૩૦ લાખ અને મનુષ્યનિ ૪ લાખ. આ ચોરાશી લક્ષ યોનિમાં મનુષ્યયોનિ પ્રાપ્ત કરીને શ્રેષ્ઠ કર્મો કરવાં.”
છ પર્યાપ્તિ આત્મા ચોરાશી લાખ નવનિમાં પરિભ્રમણ કરે છે, તેને અર્થ એ નથી કે ત્યાં તે જાતનું શરીર તૈયાર હોય છે, તેમાં તે પ્રવેશે છે; પણ તેનો અર્થ એ કે તે ત્યાં ઉત્પન્ન થઈને પિતાના કર્માનુસાર દેહની રચના કરે છે. તે માટે શાસ્ત્રકારોએ છ પર્યાપ્તિને જે કમ વર્ણવ્યો છે, તે બરાબર લક્ષમાં રાખવા જેવું છે. છ પર્યાપ્તિમાં પહેલી આહારપર્યાપ્તિ છે, બીજી શરીરપર્યાપ્તિ છે, ત્રીજી ઈન્દ્રિય પર્યાપ્તિ છે, ચોથી શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ છે, પાંચમી ભાષા પર્યાપ્તિ છે અને છઠ્ઠી મન પર્યાપ્તિ છે.
પર્યાપ્તિનું અંતરંગ કારણ કામણગ છે અને બાહ્ય કારણ પુદગલગ્રહણ છે. પુદગલમાં રહેલ પરિણમનશક્તિને ઉપયોગમાં લેવાની જીવની શક્તિ એનું નામ પર્યાપ્તિ છે.