________________
આત્મા એક મોટો પ્રવાસી
૪ લાખ દેવતા ૪ લાખ નારકી ૪ લાખ તિર્યંચ પંચેન્દ્રિય ૧૪ લાખ મનુષ્ય
કુલ ૮૪ લાખ યોનિ
આ ચોરાશી લાખ નિમાંથી દેવતાની ૧ ગતિ નારકીની ૧ ગતિ, મનુષ્યની ૧ ગતિ અને બાકીમાં બધાં તિયની ૧ ગતિ ગણતાં કુલ ચાર પ્રકારની ગતિ ગણાય છે. દેવતા, મનુષ્ય, તિર્યંચ અને નારકી એ તેને ક્રમ છે. તેમાં દેવતાની ગતિ સહુથી ઉત્તમ અને નરકની ગતિ સહુથી કનિષ્ઠ છે.
* જેમાંથી શક્તિને નાશ થયો નથી અને જે જીવને ઉપૂજાવવાની શક્તિએ કરીને સંપન્ન હોય છે, તેવું જીવન ઉત્પન્ન થવાનું
સ્થાન નિ કહેવાય છે. તેના મુખ્ય પ્રકારે નવ છે. (૧) સચિત, (૨) અચિત, (૩) સચિરાચિત, (૪) શીત, (૫) ઉષ્ણ, (૬) શિષ્ણ, (૭) સંવૃત, (૮) વિકૃત અને (૯) સંવૃત-વિવૃત. તેમાં જીવપ્રદેશવાળી
નિ તે સચિત, જીવપ્રદેશથી રહિત નિ તે અચિત. તે બંનેના મિશ્રણવાળી તે સચિરાચિત્ત, જેને સ્પર્શ ઠડે તે શીત, જેને સ્પર્શ ગરમ તે ઉષ્ણ. જેને સ્પર્શ કેટલાક ભાગમાં શીત અને કેટલાક ભાગમાં ઉષ્ણ તે શીતળું. જે ઢંકાયેલી હોય તે સંવૃત, ઉઘાડી હોય તે વિસ્તૃત . અને કંઈક ઢંકાયેલી તથા કંઇક ઉઘાડી હોય તે સંવૃત-વિવૃત. '