________________
આત્મા એક મોટા પ્રવાસી
જે મત્રીમુદ્રા પહેરે તે મંત્રી કહેવાય, એટલે પાતે મત્રી થયા છે, એમ બતાવવા બજાર ભણી ચાલ્યા.
૫૭
ત્યાં પહેલી દુકાન તંબાળીની આવી. તે મત્રોને જોઇ અડધા અડધા થઇ ગર્ચા, મારી દુકાને મંત્રી કયાંથી ? એમ વિચારી તેણે એક સુંદર પાન બનાવી આપ્યુ. અને હજામે તેને મુખમાં મૂકયું, ત્યાંથી હજામ બીજી દુકાને ગયે, તે ત્યાં પણ તેવું જ માન મળ્યું. માન તા મ`ત્રીમુદ્રાને છે ને? અન્ય દુકાનદારાએ પણ તેના સુ ́દર સત્કાર કર્યો અને હજામભાઈના હૃદયમાં આનંદ માયા નહિ.
હવે આગળ શું બને છે, તે જુઓ. રાજાના કેટલાક સામતા પેાતાની મરજી મુજબ રાજ્યમાં વવાની ભાવનાવાળા હતા, પણ મંત્રીની ન્યાયનિષ્ઠતાનાં કારણે તેમની વગ રાજા પાસે બિલકુલ ચાલતી ન હતી, એટલે તેઓ મત્રીનુ કાસળ કાઢવાની તક શેાધ્યા કરતા હતા. આ વખતે તેમણે ચાર મારાઆને ઉઘાડી તરવારે મંત્રીનું કાસળ કાઢવા માકલ્યા હતા. તે નગરમાં પેઠા, ત્યાં પહેલી દુકાન ત માળીની આવી. તેમણે તમાળાને પૂછ્યું કે અહીં'ના રાજાના મંત્રી કયાં રહે છે?' ત‘માળીએ આંગળી ચીપીને કહ્યું કે પેલા જાય તે મત્રી.' પછી મારાઓએ બીજા દુકા નદારને પૂછ્યું તે તેમણે પણ આંગળી ચીંધીને તે હજામને ખતાબ્વે). આથી મારાઓને ખાતરી થઈ કે · પેલા જાય છે, તે જ અહીના રાજાના મ`ત્રી છે.' એટલે તેએ એની પાછળ
6