________________
આત્મતત્ત્વવિચાર
દરબારમાં આવે નહિ તે મંત્રી મુદ્રા પાછી આપ.” મંત્રીને માટે આ પળ કસોટીની હતી. મંત્રી પદ મૂકે તે આજીવિકા જાય અને ઈજજત પર પાછું ફરે. છતાં તેણે એક ક્ષણને પણ વિચાર કર્યા વિના કે ગુરુની સલાહ લીધા વિના મંત્રી મુદ્રા અંગરક્ષકના હાથમાં મૂકી. મંત્રીએ રાજાની જોહુકમીને કારણે મંત્રીપદ છોડયું પણ સિહ ન છોડશે.
આ જોઈ ગુરુને આશ્ચર્ય થયુંતેમણે મંત્રીને પૂછયું કે “આમ શા માટે કર્યું?” મંત્રીએ કહ્યું કે “મુદ્રા ગઈ તે ઉપાધિ ગઈ. તે હતી ત્યારે ધર્મધ્યાનની વચ્ચે આવતી હતી હવે ધર્મધ્યાન નિરાંતે કરી શકીશ.”
આવા શબ્દ કયારે બોલાય? આવી ટેક કયારે આવે? જ્યારે ધમને રસ બરાબર લાગ્યો હોય, ત્યારે જ આવું બની શકે. તમને આ મંત્રી જે ધર્મને રસ લાગવો જોઈએ. એ રસ ગુરુના પડખાં સેવે તે જરૂર લાગી શકે.
હવે આપણે પેલા અંગરક્ષક તરફ આવીએ. તેના હર્ષને પાર નથી. તે મનમાં વિચાર કરે છે કે રાજાની મારા પર પૂરી મહેરબાની છે, એટલે મંત્રીપદ તે મને જ મળશે! પણ એને કયાં ખબર છે કે આ મંત્રી મુદ્રા એના હાલહવાલ કરશે ?
હજામ વિચાર કરે છે કે આ મંત્રી મુદ્રા જઈને હમણ જ જાને આપું કે થોડીવાર પછી આપું? લાવને આ મુદ્રા પહેરી મંત્રીપદની મોજ માણી લઉ. એમ વિચારી રાજાને પૂછ્યા વિના જ તેણે મંત્રી મુદ્રા આંગળી પર પહેરી. હવે