________________
આત્મા એક મોટો પ્રવાસી
૫૫
મંત્રી હાજ૨ નહિ. રાજાએ મંત્રીને બોલાવી લાવવા માટે સિપાઈઓ મોકલ્યા. સિપાઈઓ મંત્રીના ઘરે આવ્યા, પણ મંત્રી ગુરુદેવ પાસે પિસહમાં છે, એટલે સિપાઈઓ ત્યાં પહોંચ્યા અને સંદેશ આપે કે “રાજા આપને બેલાવે છે.”
સામાન્ય લોકો રાજાનું વેણ ઉત્થાપે નહિ અને પિચહ છોડી રાજદરબારમાં દોડી જાય. મનમાં એમ માને કે પિસહ આજે નહિ તે કાલે કરીશું, આવતી પર્વતિથિએ કરીશું પણ રાજાના હુકમનો અનાદર કેમ થાય ? જે અનાદર કરીશું તે જાનથી જઈશું અથવા ભૂખે મરીશું. પણ મંત્રી આવા વિચારો ન હતો. તેનું હદય ધર્મના રંગે બરાબર રંગાયેલું હતું, એટલે તે માનતા હતા કે ધર્મ પહેલો અને રાજસેવા પછી. તેણે સિપાઈઓને જણાવી દીધું કે “આજે મારે પિષધવ્રત છે, એટલે આવી નહિ શકું.”
સંદેશે રાજાને પહોંચ્યો, એટલે તેની આંખો લાલ થઈ ગઈ. “આ મંત્રી શું સમજે છે? તે મારા હુકમને અનાદર કરે છે? પગાર મારે ખાય છે અને સેવા ધર્મની કરે છે. માટે હું તેને જોઈ લઉં.” એમ વિચારી તેણે પિતાના એક વિશ્વાસુ અંગરક્ષકને મંત્રી પાસે મોકલ્યો અને કહેવડાવ્યું કે “રાજદરબારમાં આવે, નહિ તે મંત્રી મુદ્રા પાછી મોકલો.” આ અંગરક્ષક જાતને હજામ હતું, અને હજામની ટેવ તે તમે જાણે છે ! નારદવિદ્યા કરવામાં જરાય પાછો ન પડે અને થોડું આળું મળ્યું કે માખીની માફક ચેટી પડે.
તેણે રૂઆબથી રાજાને સંદેશ સંભળાવ્યું કે “રાજ