________________
૭૫
બીજો ભાગ તે આત્માને ગુણ છે ને ? એ ગુણના અભાવમાં અને એ ગુણને પામવાની બેદરકારીમાં સુખની કલ્પના આવે, ત્યારે વિચારે કેમિથ્યાત્વ જીવને કેટલું બધું ભયંકર કેટિનું નુકશાન કરે છે ? પિતાને ગુણ પણ પોતાને ગમે નહિ, એ ઓછું નુકશાન છે? એવું નુકશાન મિથ્યાત્વ જ કરી શકે છે. વ્યાખ્યાનના શ્રોતાઓઃ
આજે વ્યાખ્યાનમાં શ્રોતાઓ આવે છે, તે કાં તો લેવાઈ ગયેલા નિયમનું પાલન કરવા, કાં તે ગતાનગતિકપણે અને કાં તે કથાઓ સાંભળવા, પરતુ તત્ત્વજ્ઞાનના અથી હેઈને વ્યાખ્યાન સાંભળવાને માટે આવનારા કેટલા? તત્ત્વજ્ઞાનના અથી શ્રોતાઓ ઘટી ગયા, એટલે આજે વ્યાખ્યાનની પાટ ઉપર ગમે તે બેસી જાય છે અને ગમે તેને બેસાડી દેવાય છે. બે-ચાર ગ્રન્થ જોઈ લીધા, ૫-૫૦ કથાઓ યાદ કરી લીધી, થોડાક કે કંઠસ્થ કરી લીધા, છાપાંઓમાં આવતા કિસાઓ જોવા માંડયા અને ચેડાં એઠાં શોધી રાખ્યાં,–આટલું બધું જ્ઞાન હોય અને થોડીક વાચાળતા હોય, તે આજના શ્રોતાઓ, એ પાટે બેસનારને માટે કેવુંક સર્ટીફીકેટ ફોડે? શું મહારાજનું વ્યાખ્યાન ? શી છટા ? લેક કેવા લલકારે? કથામાં કે રસ પૂરે? વ્યાખ્યાન તે ગજબ છે!” પણ કઈ એ તત્વજ્ઞાનને ભૂખ્યો સાંભળનાર મળે કે-“મહારાજ ! આમાં તત્વજ્ઞાન શું થાય ?”—એમ પૂછે? શ્રોતાઓ તત્ત્વજ્ઞાનના અથી હોત, તે ગમે તે સાધુ પાટે બેસત નહિ અને પાટે બેસનાર તત્ત્વજ્ઞ બન્યા વિના રહેતી નહિ. શ્રોતા તત્ત્વજ્ઞાનને અથી હય, એટલે એ તે એવા પ્રશ્નો પૂછે કે–અજ્ઞાનને