________________
७४
ચાર ગતિનાં કારણે એકલા અજ્ઞાન છે કે અજ્ઞાન હોવા સાથે આગ્રહી પણ છે? જવાદિ તત્ત્વોના સ્વરૂપને નથી જાણતા ને? જીવાદિ તના સ્વરૂપને નથી જાણતા, પણ જીવાદિ તત્વોના સ્વરૂપને કઈ જણાવે, તે જેટલી બુદ્ધિ છે, તેટલું સમજવાની તૈયારી છે કે નહિ? બીજા બધામાં રસ આવે અને તત્વની વાતમાં રસ ન આવે, એટલે જ્ઞાનની પ્રાપ્તિના દરવાજા બંધ છે, એમ માનવું પડે ને? પિતાને ગુણ પણ પોતાને ગમે નહિ?
હમણાં હમણાંમાં ધર્મની બાબતમાં એવું વાતાવરણ સર્જાતું જાય છે કે-અજ્ઞાનમાં સુખ અને જ્ઞાનની બેદરકારી. તત્ત્વની વાતમાં ઉતરવું, એ કેટલાકને પંચાત જેવું લાગે છે. ધર્મની કઈ પણ વાત નીકળે અને પિતે જાણતા ન હોય, તે જરા પણ ક્ષોભ વિના એમ કહી દે કે આપણે તે દૂરથી નમસ્કાર કરવાનું રાખ્યું છે, એટલે નિરાંત છે. આ પૂજા કરીએ છીએ, કઈ વાર મન થઈ જાય તે જે સાધુ મહારાજ હોય ત્યાં અપાસરે જઈ આવીએ છીએ અને જે બને તે ક્રિયા કરીએ છીએ. એમાં ઊંડા ઉતરીએ, તે આપણે આપણું ખોઈ બેસીએ.” સઘળાં જ પાપોના મૂળ એવા મિથ્યાત્વને ટાળવાને માટે અને સઘળા ય ધર્મોના પાયા સમાન સમ્યકત્વને પામવાને માટે, શાસ્ત્ર કહે છે કે-તત્વજ્ઞાન મેળવીને, તને સ્વરૂપના વિષયમાં સુનિશ્ચિત મતિવાળા બનવાની જરૂર છે, ત્યારે, આજના કેટલાક મૂર્ખાઓ તત્વની વાતને સમજવાને પ્રયત્ન કરે, એમાં પણ પિતાની પાસે જે કાંઈ હોય, તેને બેઈ નાખવા જેવું માને છે! જ્ઞાન, એ