________________
-
-
---
ચાર ગતિનાં કારણે છતાં એમને સમ્યગ્દષ્ટિ કેમ માન્યા, એમ તમારું પૂછવું છે ને? માસતુષ મુનિ મુગ્ધ જીવ હતા, એમ કદાચ માની લઈએ, તે ય એ ગીતાર્થનિશ્રિત હતા–એ વાતને ભૂલવી જોઈએ નહિ. સાક્ષાત્ રીતિએ તેમને તત્ત્વની પ્રતિપત્તિ થઈ નહોતી, પણ તેઓ ગીતાર્થ-નિશ્રિત હતા, એટલે પરંપરાએ પણ તેઓને તત્ત્વની પ્રતિપત્તિ તે હતી જ, એમ માનવું પડે. એમને તત્ત્વાતત્ત્વનું વિશેષ જ્ઞાન નહોતું, પણ એમની નિશ્રા સારી હતી; અને, એમને જ્ઞાનસંપાદનને પ્રયત્ન કેવું હતું, તે તે આપણે જોઈ આવ્યા છીએ. અહીં તે આપણે એ જેવું છે કે–અભવ્ય જીવોને મિથ્યાત્વ બે જ પ્રકારનું સંભવે અને ભવ્ય જીવોને મિથ્યાત્વ પાંચેય પ્રકારનું સંભવે, તેનું કારણ શું ? તેમાં, અનાગ મિથ્યાત્વ તે, ભવ્ય જીવોને તથા અભવ્ય જીવોને પણ સંભવે, એ આપણે જોયું. આ પછી, આભિગ્રહિક મિથ્યાત્વ પણ, ભવ્ય જીને તથા અભવ્ય જીવને સંભવે છે. આભિગ્રહિક મિથ્યાત્વ, જીવાદિ તના વાસ્તવિક સ્વરૂપનું વાસ્તવિક કેટિનું જ્ઞાન નહિ હોવા છતાં પણ, પોતે જે કાંઈ પણ એ વિષયમાં માની લીધું હોય, તેને એવો આગ્રહ કે–એને ગમે તેવો સમજાવનારો મળે અને એણે જે માન્યું છે તે ખોટું છે એવું જણા વનારી લાખ યુક્તિઓ પણ એને આપે, તે પણ તે પિતાની માન્યતાના આગ્રહને તજે જ નહિ. આભિગ્રહિક મિથ્યાત્વના છ વિકલ્પ શાસ્ત્રોમાં વર્ણવાયા છે. એક તેઆત્મા છે, એવું માને જ નહિ; આત્મા જેવી કઈ વસ્તુ જ નથી, એમ કહે; બીજો વિકલ્પ એ કે-આત્મા છે એમ માને, તે પણ આત્માને નિત્ય માને નહિ; ત્રીજો વિકલ્પ એ કે–આત્મા એ