________________
-
-
બીજો ભાગ
એળખાતા જેને માટે, અભવ્ય જીવોને માટે જેમ બે પ્રકારનું મિથ્યાત્વ સંભવિત છે, તેમ એ બે પ્રકારનું મિથ્યાત્વ જ સંભવિત છે. ચરમ પુદ્ગલપરાવર્તના પહેલા અર્ધ ભાગથી કાંઈક વિશેષ કાલ સુધી ભવ્ય જીવોને ચાર પ્રકારનાં અને તે પછીના કાલમાં ભવ્ય જીવોને પાંચ પ્રકારનાં પણ મિથ્યાત્વ સંભવિત છે. ભવ્ય જીને માટે મિથ્યાત્વના પાંચેય પ્રકારો આ રીતિએ સંભવિત હોવા છતાં પણ, મિથ્યાત્વને ત્યાગ અને તેને ક્ષય પણ, ભવ્યાત્માઓને માટે જ સંભવિત છે. ભવ્યોને મિથ્યાત્વને પાંચેય પ્રકાર અને અભિવ્યને માત્ર
એજ પ્રકારે સંભવે-તેનું કારણ શું ? સ. અભવ્યોનું મિથ્યાત્વ બે પ્રકારનું અને ભવ્યનું મિથ્યાત્વ
પાંચ પ્રકારનું હેઈ શકે, એનું કારણ શું ? ભવ્ય જીવોનું અને અભવ્ય જીવનું મિથ્યાત્વ અનાદિકાલીન છે. અનાદિ નિગદમાં રહેલા છે ભવ્ય હોય કે અભવ્ય હેય, તે જીવોને અનાગ નામના મિથ્યાત્વ સિવાયનું કેઈ મિથ્યાત્વ હતું જ નથી. સાક્ષાત્ અથવા તે પરમ્પરાએ પણ તત્ત્વની અપ્રતિપત્તિ, એ અનાગ મિથ્યાત્વ છે. એકેન્દ્રિયાદિ છે, કે જે અવ્યક્ત દશાવાળા હોય છે, એ જીવને અથવા તે એવા મુગ્ધ જીવો, કે જેઓને તત્ત્વ શું અને અતત્વ શું-એવા પ્રકારને અધ્યવસાય થવો એ શક્ય નથી, એવા જીવોને અનાગ મિથ્યાત્વ હોય છે. એટલે કે-જેમનામાં વિચારવાની શક્તિ જ નથી, એવા જીવોને જે મિથ્યાત્વ હોય છે, તે અનાગ મિથ્યાત્વ છે.
સ, ભાસતુષ મુનિ જેવા તે મુગ્ધ જીવોમાંના જ ગણાય ને ?