________________
૪
ચાર ગતિનાં કારણ
છે કે સમજપૂર્વક તમે કુદેવાદિને તજેલા છે ? અને સુદેવાદિને તમે સેવા છે, તે કુલાચાર માત્રથી કે સમજપૂર્વક ? માત્ર કુલાચારથી જ કુદેવાદિને ન સેવતા હાય અને સુદેવાદિને સેવતા હોય, એનામાં મિથ્યાત્વ હોય, એમ પણ બને એ તમે જાણા છો? તમે એટલે ય વિચાર કર્યો છે કે-મિથ્યાત્વની હાજરી આત્માના પરિણામેા ઉપર કેવીક ભૂંડી અસર નિપજાવતી હશે અને સમ્યક્ત્વની હાજરી આત્માના પિર ણામા ઉપર કેવીક સારી અસર નિપજાવતી હશે ? મિથ્યાત્વની અને સમ્યક્ત્વની ખરેખરી અસર, મુખ્યત્વે તે, આત્માના પરિણામેા ઉપર થાય છે. મિથ્યાષ્ટિ એવા તામલી તાપસના મહા તપ કરતાં પણ, સમ્યગ્દષ્ટિ આત્માનો માત્ર નવકારશીનો તપ પણ વધારે ફલદાયક છે, એમ તમે જ્યારે સાંભળ્યુ, ત્યારે વિચાર તા કર્યો હશે ને કે-આનું કારણ શું ? આત્માના પરિણામા ઉપર મિથ્યાત્વની એવી તે કેવી અસર થાય, કે જેથી તામલી તાપસના મહા તપની પણ જ્ઞાનિ કિમત આંકે નહિ અને આત્માના પરિણામો ઉપર સમ્યક્ત્વની એવી તે કેવી અસર થાય, કે જેથી સમ્યગ્દષ્ટિના એક નવકારશી માત્રના તપની પણ જ્ઞાનિઆ કિંમત આંકે ? મિથ્યાત્વને કાઢવુ હોય અને સમ્યક્ત્વને પ્રગટ કરવુ* હોય, તેા આવી વાતાના વિચાર કરવા જોઈ એ. જેનામાં સંસારથી છૂટવાની અને મેાક્ષને પામવાની અભિલાષા જ ન હોય, તેનામાં તે સમ્યક્ત્વ હાઈ શકે જ નહિ; પરંતુ જેનામાં સંસારથી છૂટવાની અને માક્ષને પામવાની અભિલાષા પ્રગટી છે–એવા જીવામાં ય સમ્યફવ ન હાય, તે એ શકય છે. મેાક્ષની રૂચિવાળા જીવે સમ્યક્ત્વને પામવાના જ—એ નિશ્ચિત છે, પણ સમ્યક્ત્વ એ