________________
=
બીજો ભાગ
૪૭
મેક્ષની રૂચિ માત્રથી જ પેદા થનારી વસ્તુ નથી. મિચ્યવની હાજરીમાં પણ મોક્ષની રૂચિ પ્રગટી શકે છે. સમ્યક્ત્વ તે મેક્ષના ઉપાયને અંગે હૈયાનું વ્યાજબી સુનિશ્ચિતપણું માગે છે. સંસારથી છૂટવાની અને મેક્ષને પામવાની ઈચ્છા છે? જે એ ન હોય, તે સમ્યક્ત્વ નથી જ, એમ નકકી થઈ જાય છે ? અને એ હોય તે, “મોક્ષના ઉપાય વિષે તમારી માન્યતા કેવી છે –તે જાણ્યા પછી, સમ્યક્ત્વ છે કે નહિ, તે નકકી થઈ શકે. મિથ્યાત્વના બે અને પાંચ પ્રકારે
સ૦ મિથ્યાત્વ કોને કહેવાય અને સમ્યફત્વ કોને કહેવાય?
જીવાદિ પદાર્થોને વિષે નિશ્ચયાત્મક તત્વબુદ્ધિ, એનું નામ છે-સમ્યક્ત્વ; અને, જીવાદિ પદાર્થોને વિષે તેવા પ્રકારની તત્વબુદ્ધિને અભાવ, એ છે-મિથ્યાત્વ. મિથ્યાત્વના મુખ્ય ભેદે બે છે. વિપર્યાસાત્મક અને અનધિગમાત્મક વિપર્યાસાભક મિથ્યાત્વ, એટલે જીવાદિ પદાર્થોને તત્વ તરીકે માનવાં નહિ તે; અને, અનધિગમાત્મક મિથ્યાત્વ, એટલે જીવાદિ પદાર્થો તત્વ છે-એવા પ્રકારના નિશ્ચયના અભાવ રૂપ જે અજ્ઞાન તે. જીવ, અજીવ આદિ પદાર્થોનું અસ્તિત્વ હોવા છતાં પણ, એના અસ્તિત્વને સ્વીકારવું નહિ-એ પણ મિથ્યાત્વ છે અને જીવ, અજીવ આદિ પદાર્થોના અસ્તિત્વને સ્વીકારવા છતાં પણ, જીવાદિ પદાર્થો જેવા સ્વરૂપે છે તેવા જ સ્વરૂપે તે પદાર્થોને નહિ માનવા અને નહિ જાણવા રૂપ જે અજ્ઞાન–એ પણ મિથ્યાત્વ છે. શાસ્ત્રોમાં જેમ વિપર્યાસાત્મક અને અનધિગમાત્મક-એમ એ ભેદેથી મિથ્યાત્વનું વર્ણન કરાએલું છે, તેમ મિથ્યાત્વના