________________
બીજો ભાગ
૪
જ્યારે આ શાસને કહેલા સંયમને લેતા હશે અને પાળતા હશે, ત્યારે બધી ક્રિયાઓ કેવી રીતિએ કરતા હશે? એમની કિયાઓની પાસે જે તમારી આ બધી ધર્મક્રિયાઓને મૂકીએ, તો ધર્મક્રિયા માત્ર તરીકે એમની ક્રિયાઓ ચઢે કે તમારી ક્રિયાઓ ચઢે ? ત્યારે, આજે મિથ્યાત્વને કાઢવાની અને સમ્યકત્વને પ્રગટાવવાની બાબતમાં, બહુ બેદરકારી કેમ દેખાય છે? મિથ્યાત્વ કોને કહેવાય અને સમ્યક્ત્વ કોને કહેવાય, એને સમજવાને ય તમે કેટલાક પ્રયત્ન કર્યો છે? સુવાદિને માનતે હોય, તે છતાં પણ જે મેક્ષની રૂચિ ન હોય,
તે સમ્યકત્વ નથી, એમ નક્કી થાય છે: આજે જ ધર્મક્રિયાઓ કરનારાઓમાં પણ, એવા તે. ચેડા જ નીકળે કે–એમને પૂછીએ કે “મિથ્યાત્વ કોને કહેવાય. અને સમ્યકૃત્વ કોને કહેવાય તે એ વિષે જેઓ સમજપૂર્વ કને વ્યાજબી જવાબ આપી શકે. બહુ બહુ તે કહે કે
કુદેવ, કુગુરૂ અને કુધર્મને ત્યાગ તથા સુદેવ, સુગુરૂ અને સુધર્મને સ્વીકાર, એ સમ્યકત્વ છે અને એથી વિપરીત: એ મિથ્યાત્વ છે.” આ વ્યાખ્યા પણ બરાબર છે; ખોટી નથી, સાચી છે, પણ વિચારણીય એ છે કે-આની પાછળ જે સમજ હેવી જોઈએ, તે સમજ છે કે નહિ ?” આ. વ્યાખ્યામાં બધું આવી જાય છે, પણ દેવને “કુ” શાથી કહેવાય અને “સુ” શાથી કહેવાય, ગુરૂને “કુ” શાથી કહેવાય અને “સુ” શાથી કહેવાય તથા ધર્મને “કુશાથી કહેવાય અને “સુ” શાથી કહેવાય-એ વિષે સમજવાને પ્રયત્ન કેટલે કરે છે? કુલાચાર માત્રથી તમે કુદેવાદિને તજેલા.