________________
બીજો ભાગ
૩૫ એનાથી કેમ છૂટાય-એની પેરવીમાં એ પડે રેજ મહારંભ ને મહા પરિગ્રહ ખટકે ને એને છોડવાનું મન થાય. જેઓ મહાભી ને મહા પરિગ્રહી ન હોય, તેઓ પિતાની ઈચ્છાને કાબુમાં લઈ લે. અહીં બેઠેલાઓમાંને મોટે ભાગે બે પ્રકારનો છે. કાં તે મહારંભી ને મહા પરિગ્રહી છે અને કાં તો એને ઈચ્છનારા છે. શ્રાવક મહારંભ ને મહા પરિગ્રહમાં બેઠેલા હોય -એ બને, પણ એને જ ઈચ્છનારા એ ન હોય. તમે મહારભાદિને સે અને ઈચ્છો, તે છતાં પણ “અમને દુર્ગતિમાં જવા દેશે નહિ”-એમ તમારે ભગવાનને કહેવું છે ને? પણ ભગવાન કરે શું? ભગવાનનું કહ્યું કરે, તે જ ભગવાન દ્વારા તમારું ભલું થઈ શકે. “ભગવાન ભલું કરે—એ તે આપણે એ તારકેએ ભલું કરવાનો માર્ગ દર્શાવ્યો છે માટે કહીએ છીએ; બાકી તે દરેક જીવ પિતાનું ભલું અને પિતાનું ભૂંડું પોતે જ સજે છે. તમારું હૈયું મહારભાદિમાં જ રમતું હશે અને તેમાં તમે જે રાજીપ જ અનુભવ્યા કરતા હશે, તે તમે જે ધર્મક્રિયાઓ કરો છો, તે પણ તમને શી અને કેટલીક મદદ કરી શકશે? આ ધર્મક્રિયાઓનો જે સાચે લાભ લેવે હિય, તે ય તમારે તમારા હૈયાને સુધારવું પડશે. તમારે જે દુર્ગતિમાં ન જવું હોય, તે એ માટે તમારે શું કરવું જોઈએ? જેઓ મહારંભ અને મહા પરિગ્રહમાં બેઠા છે, તેઓ તેમાંથી રસ કાઢી નાખે અને એની ઈચ્છાવાળા પિતાની ઈચ્છાને દેદરી બનાવી દે. “મહારંભ અને મહા પરિગ્રહ, એ નરકનું કારણ છે ”—એમ જે બરાબર લાગી જાય અને જે ભગવાને કહેલ ધર્મ હૈયે વસી જાય, તે જ દુર્ગતિથી બચવાનો ઉપાય છે.