________________
૩૮૪
ચાર ગતિનાં કારણે છોકરાને કરી આપવી પડે છે !? જે ઘરવાસ છોડવા જે છે, તે મારે છેકરાને મંડાવ પડે છે ને તેમાં મારે લાલ પાઘડી પહેરીને વરઘોડામાં નીકળવું પડે છે !? સંસાર, તારી પણ બલિહારી છે કે–તું મારી પાસે ય આવું કામ કરાવે છે ! સંસારમાં રહ્યો ન હોત, તે મારે આ વખત આવત નહિ!' આવું કાંઈ મનમાં ય થાય ખરૂં? ભગવાનની પાસે લગ્નની વાત મૂકવી એમાં ય ઈન્દ્રને
જોખમ લાગતું શ્રી આદિ તીર્થકર ભગવાનને લત્સવ ઈન્દ્ર જેવા સમ્યગ્દષ્ટિને પણ કરે પડે છે. પણ ઈન્દ્ર સમજે છે. શ્રી ઋષભદેવ ભગવાનના ચરિત્રમાં એ વાત આવે છે. અવધિજ્ઞાનથી ભગવાનના લગ્નના સમયને જાણીને, ઈન્દ્ર પિતાને આચાર સમજીને, ભગવાનને લગ્નોત્સવ કરવાને તે આવ્યા હતા, પણ ભગવાનની પાસે લગ્નની વાત મૂકવી, એ કાંઈ સહેલી વસ્તુ હતી? ઇન્દ્ર આવીને ભગવાનના ચરણોમાં પ્રણામ કર્યા બાદ, હાથ જોડીને ભગવાનને પહેલાં તે એમ જ કહ્યું કે-આપ તે જ્ઞાનના નિધિ છે; જ્ઞાનના નિધિ એવા આપને આપ અમુક કાર્યમાં પ્રવર્તા–એમ કહેવું, એ મૂર્ખ માણસનું કામ છે, એટલે જે કઈ આપને અમુક કાર્યમાં પ્રવર્તાવવાને છે, તેનું એ કાર્ય ઉપહાસને પાત્ર જ કરે; પરન્તુ સેવકે કઈક વાર કાંઈક સ્વચ્છન્દી વચન પણ બોલે, તે ય આપ તે અતિ કૃપાલુ છે, એટલે એવા પણ સેવકોને આપ કૃપાદ્રષ્ટિથી જ જુઓ છો! સેવકોએ સ્વામિના અભિપ્રાયને જાણીને જ બોલવું જોઈએ, છતાં અજાણપણે જે કાંઈ બોલાય, તેથી આપ અવ