________________
બીજો ભાગ.
૩૮૩ તે ય ઘરવાસ છોડવા જેવો છે-એ વાતમાં તે શંકા નહિ જ રહેવી જોઈએ. ઘરમાં રહેવા છતાં ય, મહેનત તે વિરતિના પરિણામોને પ્રગટાવવાની જ કરવી જોઈએ. પરિણામ એ તે એવી અગત્યની વસ્તુ છે કે-સારા પરિણામ વિના, સારું કામ પણ ધાયું ફલ નીપજાવી શકે નહિ અને ખરાબ કામ પણ સારા પરિણામવાળાનું બહુ ભૂંડું કરી શકે નહિ, માટે પરિણામ ઉપર મુસ્તાક રહ્યા વિના નહિ ચાલે. જે ધર્મક્રિયાઓ કરે છે, તે વિરતિના પરિ શુંમેને જ પ્રગટાવવાના લક્ષ્યથી કરે અને સંસારની ક્રિયાઓ કરતી વેળાએ પણ મને આવી ક્રિયાઓને કરાવનારા કર્મથી
ક્યારે મુક્તિ મળે–એ વાતને મગજમાંથી ખસવા દે નહિ. જેનામાં સમ્યકત્વ હોય, તેને જે ચીજ તજવા લાયક હોય, તે ચીજ સેવવા લાયક લાગે ખરી ? ઘરવાસ તજવા લાયક છે, એવી તે તમને પાકી ખાત્રી થઈ ગઈ છે ને ? ઘરમાં, ઘરવાસ તજવા જેવું છે, એવું બોર્ડ રાખ્યું છે? કઈ દહાડે છોકરાને ખોળે બેસાડીને પણ એ વાત કહી છે? છોકરા-છોકરીને પરણુવતાં પણ કહ્યું છે કે–તમે સાધુ કે સાધ્વી બનવાને તૈયાર નથી, એટલે વધારે ખરાબ ન થાય તે પૂરતું આ લગ્ન છે? બાકી તે, આ કરવા લાયક ક્રિયા નથી! પાપની ક્રિયા છે! આવી વાતે અમસ્થી ય કુટુંબને કહી છે? છોકરા-છોકરીને પરણાવવાં પડે, એ બને, સમ્યગ્દષ્ટિને ય પરણાવવાં પડે, એ શક્ય છે; પણું તે વખતે હૈયામાં શું હોય? સંજોગવશાત્ છેકરાને પરણાવવાને વખત આવ્યે, વરઘોડામાં લાલચેળ પાઘડી પહેરીને નીકળ્યા ય ખરા, પણ તે વખતે મનમાં એ વિચાર આવ્યું કે-“આવા દીકરાને બાપ થઈને બેઠે છું, માટે જે ક્રિયાને હું તજવા લાયક માનું છું, તે ક્રિયાની જોગવાઈ મારે આ